Sihor
સિહોર તાલુકાના ભાણગઢ ગામની સ્કૂલ બાળકોએ વોટરપાર્કની મોજ માણી
પવાર
ભાણગઢ પ્રાથમિક શાળાના આજ શેક્ષણીક વર્ષના છેલ્લા દિવસે બાળકો ને મોજ કરાવતા આચાર્ય રાજેન્દ્રસિંહ સોલંકી
સિહોર તાલુકાના અને ઘાંઘળી પાસે આવેલ અને જિલ્લાનું વિખૂટું પડેલું એવું સામાન્ય વસ્તી ધરાવતા એવા ભાણગઢ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મોજ કરાવતા આચાર્ય શ્રી તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા આજે શાળાઓમાં શૈક્ષણિક વર્ષનો છેલ્લો દિવસ અને પરીક્ષાનુ પરિણામ પણ હોય ત્યારે સિહોર તાલુકાની ભાણગઢ પ્રાથમિક શાળાના બાળકોએ પરિણામ મેળવ્યા બાદ ઉમરાળા તા.ના જાળીયા ખાતે આવેલ શ્રીજી વોટરપાર્કમાં આનંદ કર્યો હતો. જેમાં ધોરણ 4 થી 8 ના તમામ બાળકો સામેલ રહ્યા હતા. આખો દિવસ વરસાદી વાતાવરણ વચ્ચે બાળકોએ ખૂબ મસ્તી કરી અને આનંદ કર્યો.
બાળકોના ખર્ચે અને વાહન વાળા તરફથી ફ્રી સેવા હતી.જેમાં 40 બાળકો, 2 શિક્ષકો અને આચાર્ય સાથ ભાણગઢ. પ્રા. શાળા. આચાર્ય રાજેન્દ્રસિંહ સોલંકી અને સાથી શિક્ષકો દિનેશભાઇ અને બળવંતસિંહ બે બોલેરો ગાડી જે SMC ના અધ્યક્ષ મહેશભાઈ ચુડાસમા અને જીજ્ઞેશભાઈ ચુડાસમા દ્વારા વિનામૂલ્યે સેવા આપેલ હતી ત્યારે બાળકો ને ચા.નાસ્તો તેમજ ભોજન સાથે બાળકો એ આનંદ માણ્યો હતો