Sihor
એચ 3 એન 2 વાયરસની દહેશત વચ્ચે સિહોર સહિત જિલ્લામાં ચિંતાનો માહોલ
પવાર
માવઠા અને હીટવેવ જેવી ગરમીનું મિશ્ર વાતાવરણ જવાબદાર, એકબાજુ શરદી, ઉધરસ,તાવની બિમારી અને બીજી બાજુ કોરોનાનો ફરી પગ પેસારો થતા લોકોએ હવે તકેદારી રાખવી જરૂરી
ગુજરાતમાં કોરોનાનાં વધતા કેસ, એચ૩ એન ૨ વાયરસની દહેશત વચ્ચે કચ્છમાં પણ શરદી-ઉધરસ, તાવના કેસો વધી રહ્યા છે. જિલ્લામાં પણ વાયરલ ઈન્ફેકશનના કેસોમાં વધારો થઈ રહ્યો હોવાથી સિહોર સહિત જિલ્લાની સરકારી તેમજ ખાનગી હોસ્પીટલમાં દરરોજ મોટી સંખ્યામાં ઓ.પી.ડી કેસ આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં થઈ રહેલા ફેરફારોને કારણે ઠંડી,માવઠા અને હીટવેવ જેવી ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેને કારણે શરદી,ઉધરસ,તાવ જેવી બિમારીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન ખાતાએ બે દિવસ હીટવેવ અને ત્યારપછી માવઠાની આગાહી કરવામાં આવી છે.
આવા વાતાવરણને કારણે વાયરલ ઈન્ફેકશનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉનાળો હજુ બરાબર જામ્યો નથી, એવામાં હજુ ઠંડીનો પણ અહેસાસ થાય છે અને માવઠા પણ પડે છે તેથી લોકો મિશ્ર વાતાવરણનો શિકાર બની રહ્યા છે. ઉનાળાનો આકરો તાપ પડવાનો શરૂ થશે ત્યાર પછી આવા કેસમાં ઘટાડો થવાની શકયતા છે પરંતુ હાલમાં રોગચાળાએ માથુ ઉંચકયુ છે. સિહોરમાં એકબાજુ શરદી, ઉધરસ, તાવની બિમારી અને બીજી બાજુ કોરોનાનો ફરી પગ પેસારો થતા લોકોએ હવે તકેદારી રાખવી જરૂરી બની ગઈ છે.