Bhavnagar
ભાવનગરમાં તોફાની પવન વચ્ચે વરસતો છૂટો છવાયો વરસાદ : અલંગનો દરિયો ગાંડોતુર
દેવરાજ
જિલ્લા માં 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો છે. શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથક માં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ પડ્યો છે. ગોહિલવાડ પંથકમાં વાવાઝોડા આગાહી ની વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન આજે 35 ડીગ્રી નોંધાયું હતું .જ્યારે લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી રહેવા પામ્યું હતું .વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 ટકા રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 40 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.
આજે સાંજ ના 6 સુધી માં ભાવનગર જિલ્લાના ઉમરાળામાં 4 મી.મી. તળાજામાં 3 મી.મી. મહુવામાં 3 મી.મી. વલભીપુરમાં 1 મી.મી. અને શિહોરમાં 4 મી.મી .વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી ગયા હતા. ભાવનગરનું અલંગ નો દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા હતા. જિલ્લાના ઘોઘા, સરતાનપર, કોળીયાક વગેરે દરિયામાં પણ મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે. તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.