Connect with us

Sihor

સિહોર શહેરમાંથી ડિસ્કવર બાઇક ચોરી કરનાર સયુમ ભટ્ટી ઝડપાયો

Published

on

sayum-bhatti-who-stole-a-discer-bike-from-sihore-city-was-caught

પવાર

સિહોર પોલીસની ટીમે શહેરના ગૌતમેશ્વર પાસેથી ચોરી કરીને ફેરવતા બાઈક સાથે એક શખ્સની ધડપકડ કરી છે એ સાથે શહેરમાંથી ચોરી થયેલ બાઈકનો ભેદ ઉકેલ્યો છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર સિહોર પોલીસનો સ્ટાફ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગમા હતો.આ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે ગૌતમેશ્વર તળાવ આસપાસ એક શખ્સ ચોરાવ બાઈક સાથે પસાર થવાનો છે જે હકીકત આધારે ટીમ વોચમા હોય

sayum-bhatti-who-stole-a-discer-bike-from-sihore-city-was-caught

એ દરમ્યાન બાતમીદારોએ આપેલ વર્ણન વાળા એક શખ્સ એક બાઈક પર સવાર થઈ ગૌતમેશ્વર રોડ પાસેથી પસાર થતા આ શખ્સને અટકાવી તેને નામ-સરનામું સાથે બાઈકના દસ્તાવેજ તપાસ માટે માંગતા શખ્સોએ પોતાના નામ જણાવેલ જેમાં સયુમ ઉર્ફે ડેડી ભટ્ટી ઉ ૨૮ રે. લીલાપીર વિસ્તાર સિહોર હોવાનું જણાવેલ તથા બાઈક અંગે સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં આ બાઈક ચોરી કરી ફેરવતા હોવાની કેફિયત આપતા સિહોર પોલીસે રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક કબ્જે કરી બાઈક ચોરીનો ભેદ ઉકેલી દઈને વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!