Connect with us

Bhavnagar

સૌરાષ્ટ્ર કપોળ સમાજ સેવા ટ્રષ્ટ ભાવનગર અને સિહોર કપોળ મહાજન સમાજ આયોજિત યુવક-યુવતિ વેવિશાળ પરિચય સંમેલન

Published

on

Saurashtra Kapol Samaj Seva Trust Bhavnagar and Sihore Kapol Mahajan Samaj Organized Youth and Youth Introductory Convention

પવાર

આવતીકાલે તા ૨૯ અને ૩૦ શનિ-રવિ બે દિવસ યોજાશે યુવક યુવતિ વેવિશાળ પરિચય સંમેલન, બંધન પાર્ટી પ્લોટ ખાતે આયોજન, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે

સૌરાષ્ટ્ર કપોળ સમાજ સેવા ટ્રષ્ટ ભાવનગર અને સિહોર કપોળ મહાજન સમાજ દ્વારા ઉપયોગી કાર્ય થતા રહે છે તેના ભાગરૂપે સમાજના યુવક-યુવતી માટે વેવિશાળ પરિચય કાર્યક્રમનું તા.૨૯ અને ૩૦ એપ્રિલ શનિવાર અને રવિવારના દિવસે આયોજન કરાયું છે. દિકરા દિકરીઓની ઉમર વધતી જાય પછી પરિવારોમાં સામાજીક અવ્યવસ્થા ઉભી થાય છે. આવા સમયે સમાજને ઉપયોગી થવા માટે સૌરાષ્ટ્ર કપોળ સમાજ સેવા ટ્રષ્ટ ભાવનગર અને સિહોર કપોળ મહાજન સમાજ આયોજિત યુવક-યુવતિને પોતાના જીવનસાથી પસંદ કરવા એક પ્લેટ ફોર્મ મળી રહે તે માટે બંધન પાર્ટી પ્લોટ ભાવનગર રોડ સિહોર ખાતે વેવિશાળ પરિચય કાર્યક્રમનું આયોજન કરેલ છે.

Saurashtra Kapol Samaj Seva Trust Bhavnagar and Sihore Kapol Mahajan Samaj Organized Youth and Youth Introductory Convention

આ વેવિશાળ પરિચય કાર્યક્રમમાં સમાજના યુવક યુવતિ પોતાનો યોગ્ય જીવન સાથી મેળવી શકે, તેમજ સમાજના વિધવા-વિધુર ઉમેદવારો અને છુટાછેડા થયેલા ઉમેદવારો પોતાનું સાંસારિક જીવન ફરીથી શરૂ કરી શકે એ માટે એવા ઉમેદવારો પણ આ કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે. આ કાર્યક્રમમાં આધુનિકતાનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરની મદદથી ઉમેદવારની તમામ વિગતો મળી રહે તે માટેની ડીરેકટરી બનાવીને આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતિ અને તેમના વાલીઓને સવારે નાસ્તો અને બપોરના જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર કપોળ સમાજ સેવા ટ્રષ્ટ ભાવનગર અને સિહોર કપોળ મહાજન સમાજના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement
error: Content is protected !!