Sihor
સિહોરના ટાણા ગામના વતની સંજય ડાભીનો હેબતપુર પાસે અકસ્માત થતા મોત
Pavr
- મુળ ટાણાનો વતની યુવાન બહારગામથી બાઈક લઈ પરત આવતો હતો, ટ્રકે બાઈકને અડફેટે ચડાવતા યુવકે ઘટના સ્થળે જ દમ તોડી દીધો, ટ્રક મુકી શખ્સ ફરાર
ધોલેરા તાલુકાના હેબતપુરના પાટિયા પાસે મોડી રાત્રિના સમયે ટ્રકે બાઈકને ટક્કર મારતા મુળ ટાણા અને ભાવનગરમાં રહેતા યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સિહોર તાલુકાના ટાણા અ ને હાલ એક નવ વર્ષની દીકરી અને પત્ની સાથે ભાવનગરમાં રહેતા સંજયભાઈ ભુપતભાઈ ડાભી ગઈકાલે શનિવારે તેમના મામાના દિકરા આકાશભાઈનું બાઈક નં.જીજે.૦૪.ડીએલ.૦૮૯૫ લઈ બહારગામ ગયા બાદ પરત ભાવનગર ઘરે આવી રહ્યા હતા.
ત્યારે રાત્રિના ૧૧ કલાક આસપાસ ધોલેરા-ભાવનગર હાઈવે પર હેબતપુરના પાટિયા પાસે પહોંચતા કાળ બનીને આવી રહેલ ટ્રક નં.જીજે.૦૭.યુયુ.૧૦૮૬ના ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જતા સંજયભાઈને ગંભીર ઈજા થવાથી તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ ગોપાલભાઈ ભુપતભાઈ ડાભી (ઉ.વ.૨૮, રહે, ટાણા, તા.સિહોર)એ અકસ્માત સર્જી ટ્રક સ્થળ પર જ મુકીને નાસી છુટેલા શખ્સ સામે ધોલેરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.