Sihor
ઉદ્યોગપતિ ભામાશા અમૃતલાલ ભાદરિયાના અધ્યક્ષ સ્થાને સમસ્ત ગુર્જર સમાજનો સિહોર ખાતે સ્નેહમિલન અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

પવાર
દ્રઢ નિર્ધાર, મક્કમ મનોબળવાળી માત્ર એક વ્યક્તિ પણ સમાજમાં અનેક પરિવર્તન લાવી શકે, ગુર્જર સમાજ પરિશ્રમમાં માને છે ; અમૃતલાલ ભાદરિયા
સિહોરના આંગણે તાલુકા ગુર્જર સુથાર જ્ઞાતિનો સ્નેહમિલન અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના અગ્રણીઓ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને દિપાવ્યો હતો. ઉદ્યોગપતિ ભામાશા અમૃતલાલ ભાદરિયાના અધ્યક્ષ સ્થાને સમસ્ત ગુર્જર સમાજનું યોજાયેલ સ્નેહમિલન અને સન્માન સમારોહ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, સમાજના વિવિધ મંડળો, તેમજ આમંત્રિત મહેમાનોનું સન્માન તેમજ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ખાસ અતિથિ ઉપસ્થિત અમૃતલાલ ભાદરિયાએ જણાવ્યુ હતું કે, દ્રઢ નિર્ધાર અને મક્કમ મનોબળ સાથે નીકળી પડેલી માત્ર એક વ્યક્તિ પણ સમાજમાં અનેક બદલાવ લાવી શકે છે. આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ અમૃતલાલ ભાદરિયાનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. અમૃતલાલએ કહ્યું કે, લોકોમાં શિક્ષણ, તાલીમ અને ઉદ્યમ પ્રેરવાથી સામાજિક બદીઓ દૂર કરવાના સેવાકાર્યો સરળ બની જતાં હોય છે.
સમાજના ઉત્કર્ષ માટે અન્ય કોઈ સાથ આપે ન આપે જાગૃત નાગરિકોએ તો ‘એકલા ચાલો રે’ નો ભાવ દ્રઢ કરી મંડ્યા રહેવું જોઈએ, ગુર્જર સમાજ ગરીબ નથી ક્યારેય હાથ લાબો નહિ કરે, આ સમાજ પરિશ્રમ અને મહેનતમાં માને છે તેમ તેમણે ઉમેર્યું હતું અહીં મહાનુભાવો.દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.