Connect with us

Gujarat

બિપરજોય વાવાઝોડા સામે ગુજરાત સરકારની અદ્ભુત કામગીરી : ધવલ દવે

Published

on

salutations-to-your-service-the-electricians-of-sehore-pgvcl-risked-their-lives-to-turn-on-the-electricity-2

કુવાડિયા

  • જાનહાની ટાળવામાં મોટી સફળતા મળી, ભયંકર વાવાઝોડા સામે ચટ્ટાનની જેમ અડીખમ ઉભા રહી પ્રજા સુરક્ષા-રૈયત રક્ષામાં ઇતિહાસ સર્જતી ગુજરાત સરકાર ; ધવલ દવે

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ ઉપર આફત બનીને આવેલા બિપરજોય વાવાઝોડા સામે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર ઢાલ બનીને ઉભી રહી હતી અને સામૂહિક રીતે આગોતરું આયોજન કરીને એક પણ જીવહાની થવા દીધી નથી જે સરકારનો માનવીય અભિગમ દર્શાવે છે તેવું ભાજપના યુવા નેતા અને રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલ દવે એક નિવેદનમાં જણાવ્યું છે.

salutations-to-your-service-the-electricians-of-sehore-pgvcl-risked-their-lives-to-turn-on-the-electricity-2

તેમણે કહ્યું છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના મંત્રીઓ અને સમગ્ર તંત્ર વાવાઝોડાનો સામનો કરવા માટે કામે લાગ્યું હતું અને તેના પરિણામ સ્વરૂપ એક પણ જીવ હાની થઈ નથી. ગુજરાત સરકારની આ કામગીરી અભિનંદનને પાત્ર છે. ધવલ દવે જણાવ્યું છે કે ગુજરાતે વખતો વખત અનેક કુદરતી આપત્તિઓનો સામનો કર્યો છે, અને હંમેશાં તેમાંથી સલામત રીતે ઉગર્યુ છે. આ વખતે પણ યોગ્ય અને સમયસર આયોજન તેમજ પૂર્વ તૈયારીઓ સાથે બિપરજોય વાવાઝોડાનો સફળતાપૂર્વક સામનો કર્યો છે ગુજરાતે ફરી એક વખત ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

salutations-to-your-service-the-electricians-of-sehore-pgvcl-risked-their-lives-to-turn-on-the-electricity-2

તેમણે કહ્યું છે કે ગુજરાતના સપૂત અને દેશના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ માર્ગદર્શન હેઠળ રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સીઆર પાટીલજીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર- રાજ્ય સરકારના મંત્રી ઓ એ રાત દિવસ જોયા વગર જે કામગીરી કરી છે તે પ્રશંસનીય છે. ગુજરાત સરકારે પ્રજા, મીડિયા, સ્વયંસેવી સંસ્થાઓની મદદથી આફતનો અસરકાર રીતે સામનો કર્યો છે. 5 દિવસ સુધી ઝઝુમી હજારો જીવન બચાવ્યા છે.

error: Content is protected !!