Sihor
શિવજીના વ્હાલા શ્રાવણના વધામણા : વંદે શિવમ્ શંકરમ્
દેવરાજ
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ : સિહોરના શિવ મંદિરોમાં હર હર મહાદેવનો નાદ
સિહોરના શિવ મંદિરોમાં ગુંજયા હર..હર… મહાદેવ – ૐ નમઃ શિવાયના નાદ, પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવાલયોમાં ભાવિકોની ભીડ : વ્રત, જપ, તપનો મહીમા ઉજાગર : આખો માસ શિવપુજા, અભિષેક, યજ્ઞ, ભજન-સત્સંગના કાર્યક્રમો ચાલશે, વિશેષ પૂજા-અર્ચનામાં શિવભક્તો લીન, શિવાલયોને વિવિધ શણગારથી સુશોભિત કરાયા
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. અનેક શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે સિહોરના શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં શિવ ભક્યો ઉમટ્યા છે. શ્રાવણ માસને લઈને સિહોરમાં ગૌતમેશ્વર અને નવનાથ સહિતના શિવાલયમાં વિશેષ પૂજા અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરાયા છે.
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ શિવભક્તો દેવાધિદેવ ભોળાનાથની ભક્તિમાં લીન થયા છે. અને આખો શ્રાવણ મહિના દરમિયાન લઘુ રુદ્ર, મહા આરતી દીપમાળા સહિતના આયોજન કરવામાં આવેલ છે ‘હર હર મહાદેવ’, ‘ૐ નમઃશિવાય’ના નાદોથી આજે રાજકોટના તમામ શિવાલયો ગુંજી ઉઠયા હતા. પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઇ ચુકયો છે. ચોમેર મહાદેવજીની ભક્તિ માટે વ્રત, તપ, જપનો મહીમા ઉજાગર થયો છે. ભાવિક ભકતોના હૈયે અનેરો ઉમંગ છવાયો છે. અધિક પુરૂષોતમ માસ પૂર્ણ થતાની સાથે લોકો હવે મહાદેવને પાંચેય આંગળીએ પુજા માટે અનેરો તલસાટ જોવા મળી રહ્યો છે.
ધર્મસ્થાનો પર આજે વહેલી સવારથી જ ભાવિક ભકતોની ભીડ જામી હતી. મહાદેવને બીલીપત્ર, જળ, દુધ જેવી સામગ્રી ચડાવી અનેરી ભક્ત કરવામાં આવી રહી છે. આખો માસ વ્રત, તપ, એકટાણા, મહાઆરતી, રૂદ્રીયજ્ઞ, સત્સંગના કાર્યક્રમોનો ઉપક્રમ રહેશે. દેવાધિદેવ મહાદેવને રીજવવા સિહોર શિવમય બની ગયુ છે.