Gujarat
સાળંગપુર મંદિર વિવાદમાં જલ્દી સમાધાનની શકયતા
કુવાડીયા
અમદાવાદના મેમનગર ગુરુકુળ તથા વીએચપીના આગેવાનો તથા વડતાલના સંતો વચ્ચે બેઠક યોજાઈ ; બેઠકમાં સંતોએ વીએચપીને વિવાદનો ઝડપથી અંત લાવવાની ખાતરી આપી હોવાનું સામે આવ્યું છે
સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ મોટા વિવાદને લઈ અનેક સાધુસંતો બાદ વિશ્ર્વ હિન્દૂ પરિષદ મેદાને ઉતર્યું છે. આ બધાની વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે, અમદાવાદના મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં VHP અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મોટી બેઠક થઈ છે. જેને લઈ સાળંગપુર મંદિર વિવાદમાં જલ્દી જ સમાધાન થઈ શકે છે. સાળંગપુર મંદિર વિવાદને લઈ વિશ્ર્વ હિન્દૂ પરિષદના મહામંત્રી અશોક રાવલે નારાજગી વ્યક્ત કરી હતી.
આ તરફ VHPના આગેવાનો ગઈકાલે રાત્રે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે બેઠક કરી હતી. મહત્વનું છે કે, અમદાવાદના મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં VHP અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મોટી બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય સંતો હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંતોએ ટઇંઙને વિવાદનો ઝડપથી અંત લાવવાની ખાતરી હોવાનું સામે આવ્યું છે.