Gandhinagar
ડમીકાંડ દબાવવા ગાંધીનગર સુધી દોડાદોડી : વોટસએપ કોલ પર જ વાતચીત!

શંખનાદ કાર્યાલય
સરકાર અને પોલીસની આજ સુધીની સૌથી મોટી કામગીરી, રાજકીય, સામાજિક આગેવાનો શંકામાં
ડમીકાંડ ની શરૂઆત નો પાયો શિક્ષણ જગત છે. ડમી પરીક્ષાર્થી બેસાડવા નો ગંદો ખેલ પાચ પંદર વર્ષ કરતાંય જૂનો છે. સિહોર પંથક કે તળાજા પંથક સહિત જિલ્લાના લોકો એટલા નીડર નથી કે ડમી કાંડની માહિતી પોલીસ ને પહોંચાડી શકે. પરંતુ જ્યારથી ડમી કાંડ નો મોટો પર્દાફાશ થયો છે ત્યારથી મહદ અંશે ચર્ચા ભૂતકાળની પણ સાંભળવા મળે છે. શિક્ષણ જગતને નજીકથી જાણતા લોકોમાં થતી વાત મુજબ ડમી કાંડના મૂળ ખુબ ઊંડા છે. કોઈ બે પાંચ વ્યકિત કે કોઈ એક જ્ઞાતિ સમાજથી શક્ય નથી.તેના માટે સરકારના ભ્રષ્ટ અધિકારીઓ પણ સામેલ છે. એક સમય તો એવો હતો કે ચોક્કસ સ્કૂલ નું નામ બદનામ ન થાય તે માટે બોર્ડની પરીક્ષામાં બેસવા માટે જે રિસિપ્ટ અગાઉ આપવાની હોય તે પરીક્ષાના સમય પહેલા આપવામાં આવતી હતી.
જેથી રીસિપ્ટ સાથે ચેડાં થઈ ન શકે અને ડમી બેસી ન શકે. ધો.12 નો પરીક્ષાર્થી હોશિયાર હોય ધો.10માં સારા માર્કસ સાથે પાસ થયેલ હોય તેને ડમી તરીકે સવારમાં ધો.10 મા ડમી તરીકે બેસાડવામાં આવે અને બપોરે તે વિદ્યાર્થી પોતાની ધો.12 ની પરીક્ષા દેવા જાય! આ વાત તળાજા અને સિહોર પંથક ના ઘણા ખરા લોકો માટે નવી નથી. આ રીતે ડમી કાંડ નો પાયો નંખાયો.જેનું વિસ્તૃતી કરણ સરકાર દ્વારા 2012 પછી જે વિવિધ ભરતીઓ કરવામાં આવી ત્યારથી શરૂ થયું. આજે પણ જાણકાર લોકોમાં ચર્ચા છેકે ભાવનગર પોલીસે પ્રથમ વખત સૌથી મોટી કાર્યવાહી કરી છે. ઘણી ખરી સફળતા પણ મળી છે.પોલસ તપાસમાં ડમી કાંડ આચરનાર અને ભ્રષ્ટ તંત્ર નો લાભ લેનાર કોઈ એક ચોક્કસ જ્ઞાતિ કે સમાજ નથી જેના ખીસામાં લાખો રૂપિયા હતા તેવા લોકો નોકરી મેળવી શક્યા છેનો પણ પર્દાફાશ થયો છે. આ પ્રકરણ ને દબાવવા માટે અથવા તો પોતાના ને છોડવવા માટે ગાંધીનગર સુધી અનેક ગાડીઓ દોડી છે.ગાંધીનગર સુધી પ્રતિનિધિત્વ કરતા રાજકીય સમાજિક અગ્રણીઓ નો જેટલો ઉપયોગ થઈ શકે તેટલો કરવાની વાત પણ લોકોના મુખે થી છાને ખૂણે સાંભળવા મળે છે. વ્હોટ્સએપ કોલ હવે વધુ થવા લાગ્યા છે કારણકે રેકોર્ડિંગ ન થાય.ત્યાં સુધીની દરકાર પણ લેવામાં આવે છે.આ બધા વચ્ચે શિક્ષણ જગત અને સમાજ લેવલના અગ્રણીઓની પણ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી છે તે પણ લોકો જાણે જ છે.