Sihor
ગ્રામીણ શ્રમિકોને રાહતકામ શરૂ થવાથી મળી રહી છે રોજગારી, સિહોરના ખાંભા ગામે મનરેગા યોજનાથી નભી રહ્યાં છે અનેક ગ્રામીણ પરિવારો

Devraj
આપણે જાણીયે છીએ કે ખરું ભારત તો ગામડામાં વસી રહ્યું છે. જો ગામડા સમૃધ્ધ હશે તો જ દેશ સમૃધ્ધ રહેશે. ગ્રામીણ લોકોને ત્વરિત રોજગારી મળી શકે અને તેમના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે દેશભરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાયદો – મનરેગા યોજના હેઠળ રાહતકામો શરુ કરી દેવાયા છે. સિહોરના તાલુકાનાં ખાંભા ગામે સરકારશ્રી દ્વારા 100 દિવસની રોજગારી પૂરી પાડતી યોજના હેઠળ ખાંભા ગામના સરપંચશ્રી, તલાટી મંત્રી તથા તાલુકાના સ્ટાફ એક સાથે મળી ખાંભા ગામના લોકોને મજૂરી કામ આપવા માટે મહેનત કરી કામનો શુભારંભ કરાવેલ છે
અને સૌ કોઈને લાગણીનો અનુભવ કરેલ ગામ-લોકોમાં આનંદ જોવા મળેલ છે. ઉનાળાના સમયમાં ગામડાઓમાં કોઈ રોજગારી કે મજુરી મળતી નથી આ મોંઘવારીનાં કપરા સમયમાં ગરીબોને મજુર વર્ગને ફાફા મારવા પડે છે ત્યારે સરપંચ શિલ્પાબેન મોરી એ જણાવ્યું હતું કે આ રાહત કામથી નાગરીકોના પરિવારમા આર્થિક રાહત થશે, કામની શરૂઆત કરતા ગામના સરપંચશ્રી, સભ્યશ્રી, તલાટી મંત્રી,તથા ગામ લોકો તથા ગામના આગેવાનો તાલુકા સ્ટાફનાં તમામ વ્યક્તિઓનો આભાર માનીએ છીએ..