Connect with us

Sihor

સિહોરના રાજપરા ખોડિયાર પાસે રોડ મરામત કામગીરી ખોરંભે ; વહેલી તકે યોગ્ય કરવા માંગ

Published

on

Road repair work stopped near Rajpara Khodiyar of Sihore; Demand to be corrected at the earliest

પવાર

ભાવનગર ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપટર દ્વારા વધુ એક રજુઆત ભાવનગર-રાજકોટ હાઇવે રી-સરફેસની અધુરી કામગીરી પૂર્ણ કરવાની માંગ

ભાવનગર રાજકોટ રાજ્ય ધોરી માર્ગ સિહોર શહેરની મધ્યમાંથી પસાર થાય છે. અગાઉ થોડા સમય પહેલા આ માર્ગને રિ-કાર્પેટ કરવાની કામગીરી થઈ હતી અને સિહોરથી રાજપરા ખોડિયાર સુધી આ માર્ગને રિ-કાર્પેટ કરાયો. પરંતુ રાજપરા ખોડિયારથી નારી ચોકડી સુધીનો માર્ગ જૈસે થે હાલતમાં છોડી દેવાતા આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોમાં આ બાબતે અચરજ ફેલાયું છે.ત્યારે ભાવનગર તરફ જતાં ખોડીયાર મંદિર પછી જયાં ખોડીયાર તળાવ માંથી પાણીની લાઇન કોસ થઇને જાય છે તે જગ્યાએ હાલ ખૂબ જ મોટા ખાડા પડયા છે.

Road repair work stopped near Rajpara Khodiyar of Sihore; Demand to be corrected at the earliest

અને રોડ તદ્દન ખરાબ રીતે તુટી ગયેલ છે. જેને લીધે ત્યાંથી પસાર થતાં તમામ પ્રકારના વાહનો ને ખૂબ જ મુશ્કેલી પડે છે. આ રીંપેરીંગ તીવ્ર ઝડપે હાથ ધરવામાં આવે જેથી આ સમસ્યા હળવી થઇ શકે તેવી માંગ ભાવનગર ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપટર દ્વારા કરવામાં આવી છે બીજું કે આ હાઇવે ની બંને બાજુ તરફની રી-સરફેસની કામગિરિ મહદ અંશે રાજપરા ખોડીયાર ગામ સુધી થયેલી છે. ત્યાર બાદ આ કામગિરિ અચાનક અગમ્ય કારણસર બંધ થઇ ગયેલ છે. આ રોડ ઉપર છેક વરતેજ સુધી રોડની બંન્ને સાઇડ પર અગણીત નાના-મોટા ખાડા પડયા છે જેને લીધે રાહદારીઓ ને ખૂબ મુશ્કેલી પડે છે. આ સમસ્યા નિવારવા અધૂરી રહેલી રી-સરફેસની કામગિરિ સત્વરે ચાલુ થાય તેવી માંગ સાથે આ બાબતને ખૂબ ગંભીરતાથી લઇ તાત્કાલીક ધોરણે યોગ્ય કરવા ભાવનગર ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપટર દ્વારા રજુઆત કરવામાં આવી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!