Sihor
પ્રજાસત્તાક પર્વ : સિહોર સહિત સમગ્ર જિલ્લામાં ચોમેર રાષ્ટ્રપ્રેમ છલકાયો

છોડો કલકી બાતે કલકી બાત પૂરાની, નયે દોરપે લિખેંગે હમ મિલકર નયી કહાની, હમ હિન્દુસ્તાની : શાળા કોલેજોમાં ધ્વજ વંદન, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો : વિવિધ સંસ્થાઓમાં પણ રાષ્ટ્રીય પર્વ ઉજવવા અનેરો થનગનાટ, સિહોર સહિત તાલુકામાં ઠેર ઠેર ધ્વજવંદન સાથે છવાયો રાષ્ટ્રભકિતનો રંગ, આજે પ્રજાસત્તાક દિન તથા વસંત પંચમીનો સુભગ સમન્વય
સલીમ બરફવાળા
સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’નો ગગનભેદી નાદ આજે સિહોર સહિત સમગ્ર તાલુકામાં પ્રજાસત્તાક પર્વ તથા વસંત પંચમીનો સુભગ સમન્વય થયો છે. સમગ્ર તાલુકામાં રાષ્ટ્રભકિતના રંગે રંગાશે. ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમોના આયોજનો થયા છે. શાળાઓ અને કોલેજોમાં પણ ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થયા છે. આજે વસંત પંચમી હોવાથી ઠેર ઠેર લગ્નોના આયોજનો થયા છે. ૭૪ માં પ્રજાસત્તાક પર્વની સિહોર સાથે તાલુકામાં ગૌરવભેર ઉજવણી કરાશે. આન, બાન અને શાનભેર તિરંગાને સલામી અપાશે. સિહોરમાં પણ વિવિધ શાળા કોલેજો અને સંસ્થાઓમાં ધ્વજ વંદન સાથે દેશભકિતસભર સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થયા છે. પોલીસ, હોમગાર્ડ જવાનો દ્વારા પરેડ થશે. રાષ્ટ્રીય પર્વ નિમિતે આયોજીત વિવિધ કાર્યક્રમો યોજાયા