Sihor
સિહોરના ખાંભા ગામે પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી
પવાર
સિહોરના ખાંભા ગામે પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી
મહિલા સરપંચે ઘરે ઘરે ડસ્ટબીન આપવાની જાહેરાત કરી
સિહોરના ખાંભા પ્રા શાળા ખાતે આજે 74માં ગણતંત્ર દિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી જેમાં દેશ કી સલામ બેટી કે નામ કાર્યક્રમ અંતર્ગત સરપંચ શ્રી શિલ્પાબેન મોરી તેમજ ગામની બી એડ મા અભ્યાસ કરતી દિકરી સોનલબેન ચૌહાણ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવેલ ત્યારબાદ શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવેલ તકે ચરપંસ શ્રી શિલ્પાબેન મોરી દ્વારા સ્લોગન આપવામાં આવ્યું હમારા ખાંભા ગાવ તો તભી સાફ હોગા જબ સ્વછતા મે સભી
કા સાથ હોગા તેમજ ગ્રામજનોને કચરો ભેગો કરવા માટે ઘરે ઘરે ડશબીન આપવાની જાહેરાત કરવામાં આવી,
મહિલા સરપંચ શિલ્પાબેન મોરી દ્વારા ખાંભા ગામનાં નાગરીકોને અપીલ કરવામાં આવી ખાસ સ્વચ્છતા નુ પાલન કરવામાં આવે, ગામજોનો દ્વારા ખાતરી આપવામાં આવી કે આપણા ગામને સ્વચ્છ અને હરિયાળું બનાવવામાં સૌ સાથે છીએ વનરાજસિંહ દેવુભા સરવૈયા એ ખાંભા ગ્રામ પંચાયતને પોતાની માલીકીની જમીનમાંથી પંચાયત ને ગામનાં વિકાસ માટે જમીન ફાળવવામાં આવી પંચાયત વતી ઘનશ્યામભાઈ મોરી એ વનરાજસિંહ દેવુભા સરવૈયા નુ વિશેષ સન્માન કરવામાં આવ્યું સૌ ગ્રામજનોએ તેમના વિશેષ સન્માન ને વધાવી અભિનંદન પાઠવ્યા હતાં, તેમજ ગામના યુવાન ગોપાલભાઈ ચૌહાણ દ્વારા બાળકો તેમજ પધારેલ મહેમાનોને અલ્પહાર કરાવવામાં આવેલ હતો ગામનાં આગેવાનો, વડીલો, વાલીશ્રીઓ વગેરે મોટી સંખ્યામાં હાજર રહિને શાળાને આર્થિક રીતે પ્રોત્સાહિત કરી હતી, આ સમગ્ર કાર્યક્રમ શાળાનાં તમામ સ્ટાફે શિક્ષક મિત્રોની મહેનત દીપી ઉઠેલ