Connect with us

Bhavnagar

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી પર દાખલ કરાયેલી FIR રદ્દ કરવા ભાવનગરમાં રજૂઆત

Published

on

Representation in Bhavnagar to quash the FIR filed against Aam Aadmi Party's Gujarat state president Yesudan Gadhvi

કુવાડિયા

ભાવનગર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આગેવાનો દ્વારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઈશુદાન ગઢવી પર દાખલ કરાયેલી એફઆઇઆર રદ કરવા આજરોજ મુખ્યમંત્રીને સંબોધન કરતું આવેદનપત્ર અધિક કલેકટરને પાઠવ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવી પર થયેલ FIRના પગલે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હમણાં હમણાં સાચા ગુનાઓમાં ભોગ બનનારની ફરિયાદ લેવામાં પોલીસ ટાળે છે અને બંધારણે બક્ષેલા, નાગરિકોના વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિના અધિકારો ઉપર તરાપ મારતી ફરિયાદો તાત્કાલિક નોંધે છે.

Representation in Bhavnagar to quash the FIR filed against Aam Aadmi Party's Gujarat state president Yesudan Gadhvi

એક તરફ વેરાવળના ડો.ચગના આપઘાતના બનાવ માટે જવાબદારો સામે પગલાં ભરવા માટે એમના દીકરાને હાઇકોર્ટ સુધી જવું પડે છે. બીજી તરફ, રિપોર્ટિંગ કરવા બદલ પત્રકાર પર કેસ દાખલ થાય છે, એક ટ્વીટ કરવા બદલ જવાબદાર રાજકીય પક્ષના પ્રદેશ પ્રમુખ ઉપર વિવિધ લગાવીને દાખલ કરીને કેસ દાખલ કરવામાં આવે છે.રાજ્યના નાગરિકોમાં આવી ઘટનાઓથી ભયનો માહોલ ફેલાય છે.

Representation in Bhavnagar to quash the FIR filed against Aam Aadmi Party's Gujarat state president Yesudan Gadhvi

આમ આદમી પાર્ટીની માંગણી છે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ઉપર ટ્વીટને આધાર બનાવી સાઇબર ક્રાઇમમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે, અને પોલીસને અધિકારીક સૂચના આપવામાં આવે કે નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરે અને ખરેખર ગુનાહિત કૃત્યો થયા હોય એવા બનાવોમાં કોઈ પણ ચમરબંધી હોય તો પણ પરવા કર્યા વગર જવાબદારો સામે ગુના દાખલ કરી કાર્યવાહી કરવાની હિમ્મત દાખવે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!