Connect with us

Sihor

સિહોરના દેવગાણા ગામે ભાવનગર એલસીબીની રેડ ; મયૂર અને મુકેશ વેપલો કરતા “તા” ; બન્ને ફરાર

Published

on

Red of Bhavnagar LCB at Devgana village of Sihore; Mayur and Mukesh do "Ta"; Both escaped

Pvar

  • ભાવનગર એલસીબીએ દેવગાણા ગામની સીમમાંથી 1.32 લાખનો દારૂ ઝડપી પાડ્યો, મયૂર ચૌહાણ અને મુકેશ સોલંકી સામે ગુનો નોંધાયો

સિહોરના દેવગાણા ગામે ભાવનગર એલસીબી ટીમે રેડ કરીને મયૂર અને મુકેશ દારૂનો વેપલો કરતા હતા તે જથ્થો પોલીસને હાથ લાગ્યો છે, ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડે સિહોર તાલુકાના દેવગાણા ગામની સીમમાં રેડ કરી એક લાખથી વધુ ની કિંમતનો પરપ્રાંતિય શરાબનો જથ્થો ઝડપી લીધો છે જયારે આ દારૂનું વેચાણ કરતાં સિહોર તથા દેવગાણા ગામના બુટલેગર ફરાર થઈ ગયા છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રીના સમયે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા પેરોલફર્લોસ્કવોડ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી

Red of Bhavnagar LCB at Devgana village of Sihore; Mayur and Mukesh do "Ta"; Both escaped

કે, દેવગાણા ગામની સીમમાં આવેલ ગોપાલ આશ્રમ સામે અવાવરું સ્થળે બાવળની કાંટમા ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો પડ્યો છે અને દેવગાણા ગામે રહેતો મયુર દિપસંગ ચૌહાણ તથા જૂના સિહોર બગીચા વિસ્તારમાં રહેતો મુકેશ ઉર્ફે મુન્નો રમણીક સોલંકી નામના બુટલેગરો સાથે મળી આ શરાબનુ વેચાણ કરે છે, જે હકીકત આધારે ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરતાં અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 444 નંગ બોટલ બિન વારસી હાલતમાં મળી આવતાં એલસીબીએ કુલ રૂ.1,33,200ની કિંમતનો પરપ્રાંતિય શરાબનો જથ્થો કબ્જે કરી ફરાર બુટલેગર મુકેશ ઉર્ફે મુન્નો તથા મયુર વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધાવી મુદ્દામાલ સોંપી ફરાર બુટલેગરો ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

error: Content is protected !!