Gujarat
સીતા-લક્ષ્મણ વિશે અભદ્ર બોલનારા સ્વામીનારાયણ સંતો માફી માગે તો જ સમાધાન
Kuvaadiya
સીતા-લક્ષ્મણ વિશે અભદ્ર બોલનારા સ્વામીનારાયણ સંતો માફી માગે તો જ સમાધાન : સંતને ભગવાન બનાવી દીધા અને ભગવાનને દાસ બનાવી દીધા : રાજકોટમાં સાધુ સંતોનો રણટંકાર: ભલે અમારા હાથમાં કમંડળ રહેતા,શસ્ત્રો ઉપાડતા પણ આવડે છે: આક્રમક વિધાનો
સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી અંગે રોજ નવો વિવાદ ઉભો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વિવાદ છેડાયો છે.સ્વામીનારાયણ ધર્મના અપૂર્વ સ્વામીનો વિવાહીત વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓએ સિતાજી અને અનુસાણ જી વચ્ચેના વાર્તાલાપને અભદ્ર રીતે દર્શાવ્યો છે જેના કારણે સનાતન ધર્મના સાધુ સંતોમાં રોષની લાગણી છવાય ગયેલ છે.આ અંગે આજ રોજ રાજકોટના જગન્નાથજી મંદિરે સાધુ-સંતોની પત્રકાર પરિષદ યોજાઈ હતી.જેમાં રાજકોટ જૂનાગઢ સહિત અન્ય ગામોના સંતો મહંતો હાજર રહ્યા હતાં.અને સ્વામીનારાયણ ધર્મના સાધુ સંતો પર ભારે રોષ વ્યકત કર્યો હતો તેમજ સનાતન ધર્મ પર અભદ્ર ટીપ્પણી કરનાર સાધુ સંતોએ માફી માંગવા ઉગ્ર માંગ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સ માં રાજકોટ જગન્નાથજી મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસજી, મહંત વ્રક્ત મંડળ રાજકોટના રાઘવદાસજી મહારાજ,તપસ્વી યોગી મનોહર નાથજી ધર્મદ્યક્ષ હિન્દુ યુવા વાહિની,મહંત યોગી છીપરાનાથજી ,ધર્મદ્યક્ષ હિન્દુ યુવા વાહિની,મહંત શ્રી પુરૂષોત્તમ દાસજી,સૂતા હનુમાનજી મંદિર રાજકોટ,મહંત શ્રી રામ ચરણ દાસ જી,લીલાપુર જસદણ નિર્મોહી આખડા મોહનદાસ જી મહારાજ હાજર રહ્યા હતા. આ તકે તેઓએ જણાવ્યું હતું કે દરેક હિન્દુ સનાતન હિન્દુ ધર્મ તથા સંસ્કૃતિ સાથે આસ્થા અને ધાર્મિકતા થી જોડાયેલા છીએ તાજેતરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા ધાર્મિક પ્રવચન ના નામે સનાતન હિન્દુ ધર્મના વેદ, પુરાણો તેમજ હિન્દુ શાસ્ત્રો માં પોતાની રીતે કે ખોટું અર્થ ઘટન કરીને પોતાના સંપ્રદાયને મહાન ચીતરવા હેતુ આદિકાળ થી હિન્દુ ધર્મના વેદ, પુરાણો, વિગેરે શાસ્ત્રો ને નીચા દર્શાવવાની કુચેષ્ટા કરી સાથે સનાતન ધર્મના અનુયાયીઓમાં ખોટો ભ્રમ અને પાયા વગરના દૃષ્ટાંતો રજુ કરીને સમસ્ત હિન્દુ ધર્મના અનુયાયીઓની લાગણી દુભાવી અને તેમની આસ્થાને ઠેશ પહોંચાડી છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના અપૂર્વ સ્વામીએ એક વિડિયોમાં લક્ષ્મણજી અને સીતા માતાના ચરિત્ર વિશે હિન કક્ષાનું વર્ણ વેલ છે તેમજ કોઇ સ્વામી બ્રહ્મસ્વરૂપ દાસ દ્વારા નાથ સંપ્રદાય ના ઇષ્ટદેવ ગુરુ ગોરક્ષનાથજી અને ગેબીનાથજી તેમજ કાન ફટ્ટા નાથ સંપ્રદાય ના અસંખ્ય સંતો, મહંતો વિષે ખરાબ ભાષામાં ટિપ્પણી કરેલ જેને કારણે નાથ સંપ્રદાયના સંતો, મહંતો માં રોષ ફેલાયેલ છે. સાથે સમસ્ત ભક્તોની લાગણી દુભાણી છે. હિન્દુ યુવા વાહિની ગુજરાત આ સમગ્ર ઘટના ને લઇને આવા હલકી માનસિકતા ધરાવનારા સ્વામીઓ અને તેના સંપ્રદાયનો ભારે વિરોધ પ્રદર્શિત કરે છે અને કડક શબ્દોમાં વખોડે છે. રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી ને નિવેદન પાઠવી રજુઆત કરવામાં આવે છે કે બ્રહ્મસ્વરૂપ સ્વામી, અપૂર્વ સ્વામી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને શાસ્ત્રો વેદ પુરાણો ના ખોટા અર્થઘટન અને પોતાના સંપ્રદાયના સંદર્ભમાં અજમાવવાના પ્રયોગો કર્યા તે પાછા મૂળ સ્વરૂપે રજૂ કરી જાહેરમાં માફી માંગે. છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદ માં સારંગપુર ખાતે હનુમાનજી ની વિવાદિત છાવી થી વિરોધ ઉઠયો હતો. જેમાં ગઈ કાલે સાધુ સંતો ની બેઠક યોજાઈ હતો બંન્ને વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું . આજે રાજકોટ ના સાધુ સંતો એ વિરોધ ઉઠાવ્યો છે. લક્ષ્મણ વૈરાગ્ય સ્વરૂપ છે. અને માતા જાનકીજી ભકિત સ્વરૂપ છે. તેઓ માટે બોલવામાં આવેલ કટુવચન વખોડી કાઠવામાં આવે છે. સનાતન ધર્મ ઉપર અયોગ્ય ટિપ્પણી અસ્વીકાર્ય છે પહેલા શિવજી, લક્ષ્મીજી અને હવે નાથ સંપ્રદાય અંગે ટિપ્પણી ખુબ નિંદનીય છે આ વિવાહીત ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરૂદ્ધ કાર્યવાહી કરવા આજરોજ આ તમામ સાધુસંતો રાજકોટ જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી માંગ કરશે.આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી નહી કરાય તો સાધુ શસ્ત્ર પણ ઉઠાવે તેવી ચીમકી ઉચ્ચારી હતી