Sihor
ઉડવી ખાતે આવેલ રાજહંસ વિદ્યા સંકુલમાં રક્ષા બંધનની ઉજવણી કરાઈ – રાખડી સ્પર્ધામાં વિધાર્થીઓએ બનાવી અવનવી રાખડી
બ્રિજેશ
સિહોરના ઉંડવી ગામે આવેલ રાજહંસ વિધા સંકુલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં રાખડી-સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ધોરણ ના વિદ્યાર્થીઓ અવનવી રાખડી બનાવી ખૂબ ઉત્સાહથી રાખડી કોમ્પિટિશન માં ભાગ લીધો હતો.
ત્યાર બાદ શાળાની બહેનો દ્વારા ભાઈઓને કુમ-કમ તિલક કરી રાખડી બાંધી અને રક્ષાબંધન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.