Sihor
સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી તેજ પવન સાથે વરસાદી ઝાપટાં
પવાર
- સવારથી સાંજ સુધી તેજ પવન સાથે ઝાપટાં વરસ્યા અને પવન ફૂંકાયો,
સિહોરમાં સવારથી વાવાઝોડાની અસર વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર તાલુકામાં વરસાદી માહોલ બંધાયેલો હતો અને વરસાદની સાથે વધુ તેજ ગતિથી પણ ફૂકાવાની પણ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી, જેથી તંત્ર વધુ સાબદું બન્યું હતું. ગ્રામ્ય પંથકમાં બિપોરજોય વાવાઝોડાની અસર વચ્ચે ભારે પવન સાથે વરસાદ માહોલ જોવા મળ્યો હતો. બિપોરજોય ચક્રવાતની આફતની અસરને પગલે તેમ તેજ પવન સાથે ઝાપટાં વરસ્યા હતા. સાથે જિલ્લામાં જોરદાર મોજા ઉછળતા જોવા મળ્યા હતા. ચક્રવાતની સંભાવનાઓને પગલે બંદરો પર ત્રણ નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા હતા.
દિવસ દરમિયાન પણ ઝાપટું અને છુટાછવાયા છાંટા વરસ્યા હતા. ભાવનગર ઉપરાંત જિલ્લામાં સિહોર, તળાજા, મહુવા, ગારિયાધાર, ઘોઘા, વલ્લભીપુર, ઉમરાળા સહિતના પંથકોમાં તોફાની પવન સાથે ઝાપટાં વરસ્યા હતા. સુસવાટા મારતા પવન સાથે હળવાથી ભારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. તો બીજી તરફ બિપોરજોય સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધ્યું હતું તો ઘોઘા, મહુવા, અલંગ, કોળિયાક, ગોપનાથના દરિયામાં પણ કરંટ વધતા ઉંચા મોજા ઉછળ્યાં હતા. અગમચેતીના ભાગરૂપે ત્રણ નંબરનું ભયસુચક સિગ્નલ મુકી દેવામાં આવ્યો હતું. ઉલ્લેખનિય છે કે, ભાવનગર જિલ્લામાં દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ ફરમાવી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.