Connect with us

Bhavnagar

રાહુલની ફ્‌લાઈંગ કિસને લઇ સખત સજા થવી જોઈએ : સાંસદ ભારતીબેન શિયાળ

Published

on

Rahul's flying kiss should be severely punished: MP Bhartiben Shayal

કુવાડીયા

સ્‍પીકરને ૨૨ મહિલા સાંસદનું આવેદન

લોકશાહીનું મંદિર એવા સંસદમાં રાહુલ ગાંધીએ જે ફ્‌લાઈંગ કિસ કરી.એ દ્રશ્‍યો જાહેર થયા બાદ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે ત્‍યારે ભાવનગર ના સાંસદ અને ભાજપ કેન્‍દ્રીય સંગઠન ના ઉપ પ્રમુખ ભારતીબેન શિયાળ એ દિલ્‍હી સાંસદ ભવનની બહાર મીડિયા ને ઇન્‍ટરવ્‍યૂ આપતા તીખી પ્રતિક્રિયા આપી હતી.

તેઓના જાહેર થયેલા ઇન્‍ટરવ્‍યુમા જણાવ્‍યું હતુ કે અવિશ્વાસ જેવા ગંભીર મુદ્દાપર ચર્ચા ચાલી રહી હતી. તે સમયે પણ રાહુલ ગાંધી જે શબ્‍દો ઉચારતા હતા તે ભારત માતા માટે  ગંદા ગંદા હતા. ભારતના નાગરિક તરીકે સહન થાય તેવા ન હતા. બાદ તેઓ સંસદ ગળહમાં આગળ આવ્‍યા અને જે રીતે મહિલા સાંસદો બેઠા હતા તે તરફ ફ્‌લાઈંગ કિસ કરી તે અભદ્ર રીત હતી.જેના કારણે શરમ થી માથુ ઝૂકી ગયુ. આખો દેશએ આ ઘટના નિહાળી.

Rahul's flying kiss should be severely punished: MP Bhartiben Shayal

ભારતીબેન શિયાળ એ ફ્‌લાઈંગ કિસની ઘટનાને અભદ્ર ગણાવવાની સાથે સાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસના સંસ્‍કાર ગણાવ્‍યા. આ પ્રકારની હરકતો વારંવાર કરતા આવે છે જેમાં તેણે અગાઉ વડાપ્રધાનને ભેટીને આંખ મારેલ. દેશનો જન પ્રતિનિધિ હોય પરંતુ લોકશાહીના મંદિરમા અભદ્ર વર્તન કરે તો તેને પણ સજા થવી જોઈએ.દેશ આખામાં મેસેજ જવો જોઈએ. જેને લઇ રાહુલ ગાંધીને હાઉસમાંથી બરખાસ્‍ત કરવામાં આવે.સખત સજા થાય તે માટે તેઓએ ગળહના અધ્‍યક્ષ સ્‍પીકરને આવેદનપત્ર આપેલ છે..

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!