Gujarat
રાહુલ મુદે ધમાલ : વિધાનસભામાંથી કોંગ્રેસના સભ્યો સત્રની સમાપ્તી સુધી સસ્પેન્ડ
કુવાડિયા
મોદી-અદાણીનો મુદો ઉઠાવતા જ જબરી ધમાલ ; ગૃહમાં કાળા કપડા પહેરીને આવેલા કોંગ્રેસના ધારાસભ્યો મધ્યમાં ધસી ગયા : પ્લેકાર્ડ પ્રદર્શિત : માર્શલે ટીંગાટોળી કરી બહાર કાઢયા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી દુર કરવાના ઠરાવના વિરોધમાં આજે કોંગ્રેસના સભ્યોએ વિધાનસભામાં જબરો વિરોધ કર્યો હતો અને અદાણી મુદો પણ ઉઠાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો કાળા કપડા પહેરીને આવ્યા હતા તથા તેઓ મોદી-અદાણી-ભાઈભાઈના પ્લેકાર્ડ પણ દર્શાવતા ગૃહની મધ્યમાં ધસી ગયા હતા તથા જબરી ધમાલ સર્જી દીધી હતી તથા પ્રથમ તબકકે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ કોંગ્રેસના ધારાસભ્યોના નામ લઈને તેમને આજના દીન માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા હતા પણ બાદમાં સંસદીય બાબતોના મંત્રી ઋષીકેશ પટેલે ગૃહમાં નવો પ્રસ્તાવ મુકીને નિયમ પર હેઠળ કોંગ્રેસના તમામ સભ્યોને આ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવા માંગણી કરી હતી. જેના પર ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે ટેકો આપતા અધ્યક્ષે તે પ્રસ્તાવ મંજુર રાખીને કોંગ્રેસના સભ્યને ગૃહમંત્રી હવે સત્રના બાકીના દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. આ બાદ કોંગ્રેસના સભ્યો પહેલે લડે થે અંગ્રેજો સે અબ લડેંગે ચોરો સે ના સૂત્રો પણ ઉચ્ચાર્યા હતા અને ગૃહની લાંબી ગજવી દીધી હતી. કોંગ્રેસના નેતા અમીત ચાવડાએ આક્ષેપ કર્યો કે ભાજપના શાસનમાં લોકશાહી ખત્મ થઈ છે
અને તાનાશાહી શરુ થઈ છે. આજે કોંગ્રેસ પક્ષે રાજયભરમાં રાહુલની લોકસભા સભ્યપદેથી દૂર કરવા મુદે જબરા ધરણા કર્યા હતા પણ ધરણા સ્થળે જ તેઓ કોઈ વિરોધ પ્રદર્શન કરે તે પુર્વે જ તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ સુત્રોચ્ચાર કર્યા હતા અને મોદી-અદાણી ભાઈભાઈના નારા પણ લગાવ્યા હતા. કોંગ્રેસના શ્રી અમીત ચાવડાએ સીધો પ્રશ્ન પૂછયો કે અદાણીનું નામ લેવા બદલ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી દુર કરાયા છે. તો અદાણીનું નામ કેમ ભાજપને વિજળીના આંચકા જેવું લાગે છે. શું મોદી-અદાણીના સંબંધો કારણ છે? અદાણીની કંપનીઓએ રૂા.20000 કરોડનું રોકાણ કયાંથી આવ્યું? વિધાનસભાની પુરા સત્ર માટે કોંગ્રેસના 16 સભ્યોને સસ્પેન્ડ કરવાનું ગૃહના નિયમોનો ભંગ ગણાતા એક જ દિવસમાં સસ્પેન્ડ કરવાના બે બે પ્રસ્તાવ કઈ રીતે મંજુર કરી શકાય તે પ્રશ્ર્ન ઉઠાવીને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીને મળવા પહોંચ્યા હતા તથા સસ્પેન્શન ગેરકાનુની અને ગૃહના નિયમ વિરુદ્ધનું ગણાવ્યું હતું.