Sihor
શ્રી કોયા ભગત શ્રી મોંઘીબા જગ્યા સિહોરને પૂજ્ય ધ્યાનસ્વામી બાપા સન્માન વંદના અર્પણ થશે
Pvar
સેંજળ ખાતે શ્રી મોરારિબાપુના હસ્તે શ્રી જીણારામજી મહારાજને અર્પણ કરાશે, શ્રી મોરારિબાપુ પ્રેરિત દર વર્ષે અપાતાં પૂજ્ય ધ્યાનસ્વામી બાપા સન્માન વંદના આ વર્ષે શ્રી કોયા ભગત શ્રી મોંઘીબા જગ્યા સિહોરને અર્પણ થશે. સાવરકુંડલા પાસે સેંજળ ખાતે પૂજ્ય ધ્યાનસ્વામીબાપા સમાધિસ્થાન પર શ્રી મોરારિબાપુ પ્રેરિત આ સન્માન કાર્યક્રમ આગામી શુક્રવાર તા.૩ના સવારે યોજાશે.
દર વર્ષે અપાતાં પૂજ્ય ધ્યાનસ્વામી બાપા સન્માન વંદના અંતર્ગત આ વર્ષે શ્રી મોરારિબાપુના હસ્તે શ્રી કોયા ભગત શ્રી મોંઘીબા જગ્યા સિહોર માટે મહંત શ્રી જીણારામજી મહારાજને અર્પણ થશે. શ્રી જીણારામજી મહારાજે સિહોરમાં અગાઉ યોજાયેલ રામકથાના સ્મરણ અને જગ્યા સાથે રહેલા શ્રી મોરારિબાપુના પ્રેમભાવ અંગે રાજીપો વ્યક્ત કર્યો છે.