Gujarat
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ઉર્તિણ થયેલ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા લોકનેતા મિલન કુવાડિયા

બરફવાળા
ઝળહળતી સફળતા માટે શુભેચ્છાઓ
શંખનાદ સંચાલક અને હજારો યુવાનોના દિલમાં લોકનેતાનું બિરુદ પ્રાપ્ત કરનાર મિલન કુવાડિયાએ ધો.12 વિજ્ઞાન પ્રવાહના આજે જાહેર થયેલ પરિણામમાં ઉર્તીણ પામેલ તમામ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્યની શુભકામના પાઠવતા જણાવેલ કે ધો.12 એ કારકીર્દીનું માઈલસ્ટોન સમાન વર્ષ છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અતં આવ્યો છે. ધો.12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવેલ છે ત્યારે આજનો વિદ્યાર્થીએ દેશની આવતીકાલ છે. ધો.12 પછી ઘણા કોર્ષ છે જેમાં વિદ્યાર્થી માટે એક સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે છે.
ખાસ કરીને કોઈપણ વિધાર્થી ગાડરીયા પ્રવાહમાં જોડાવવાના બદલે તેની રૂચિ પ્રમાણે કોર્પ પસંદ કરીને કારકીર્દીના ઉચ્ચતમ શિખરે પહોંચી શકે છે.અને પોતાનો નવો રાહ કંડારી પોતાના પરિવાર, પોતાનુ ગામ અને પોતાના દેશને ગૌરવ થાય તે રીતે કારકીર્દીના નવા સીમાચિન્હો અંકિત કરી શકે છે. ત્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાસમાં ઉર્તીણ થયેલ તમામ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં દેશની વિકાસયાત્રામાં સહભાગી થઈ દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા મિલન કુવાડિયાએ આપી હતી