Gujarat
પુ મોરારીબાપુએ પણ પરંપરા નિભાવી : તિરૂપતિ બાલાજીના સાનિધ્યમાં પોતાના વાળ અર્પણ કર્યા
કુવાડીયા
- અગાઉ પણ પૂ. મોરારીબાપુએ તિરૂપતિની યાત્રા દરમિયાન આ મહાત્મ્ય નિભાવ્યો’તો
પુ.મોરારિબાપુ જન સામાન્યથી કયારેય પોતાની જાતને જુદા કરી શકયા નથી. તે તેમના મહાન વ્યક્તિત્વની ચાડી ખાય છે. તેથી જન સામાન્ય લોકો જે રીતે કરે તે જ પોતાનું વર્તન હોય અને એ બધા જ ભાઈ બહેનો સાથે જોડાયેલા રહેવા માટે બાપુ પણ તેનું અનુસરણ કરતા રહે છે. તાજેતરમાં બાપુ આંધ્ર પ્રદેશના ચિતુર જિલ્લામાં આવેલાં તિરુપતિ બાલાજીના દર્શને દ્વાદશ જ્યોર્તિલિંગ કથાના ઉપલક્ષમાં રેલવે દ્વારા પહોંચ્યા હતાં. અને ત્યાં દરેકને પોતાના કેશ ઉતારવાનું એક મહાત્મ્ય છે એવું કહેવાય છે કે જે પોતાના કેપ જેટલા ઉતાર્યા છે તેનાથી ૧૦ ગણું ભગવાન બાલાજી તેને આપે છે. એક પૌરાણિક કથા એવી છે કે બાલદાન કરવાં પાછળ ભગવાન બાલાજી એ પોતાની માતાને બાલ અર્પણ કરેલા અને તેથી લોકો બાલદાન એટલે મુડંન કરે છે.
કહેવાય છે કે અહીં બાલાજીની મૂર્તિ ઉપર એક રાફડો થઈ ગયેલો અને તે રાફડામાં આવીને એક ગાય કાયમ દૂધ આપી જતી હતી. એકાએક તેના માલિકને આ વાતની જાણ થઈ. તેણે કુહાડીથી તેનો વધ કર્યો અને દરમિયાનમાં ભગવાન બાલાજીના માથા પર પણ કુહાડીનો -હાર થયો. બાલાજી ભગવાનના બાલ જતાં રહ્યાં.પછી તેમના માતાજી નીલાદેવીએ તેમને બાલ અર્પણ કરેલા અને ભગવાને ફરી એ બાલ તેમના માતાજીને પરત અપાવેલા એટલે મોટાભાગના લોકો બાલદાન કરે છે અને તેનું મહત્વ છે. પુ.મોરારિબાપુ એ પણ પોતાના બાલનું દાન કર્યું. તેથી મુંડન હોવાને કારણે તેમના દાદાજી ત્રિભુવનદાદા અને પિતાજી -ભુદાસબાપુના જેવી જ ફાળિયાની પાઘડી પહેરીને તેઓ સાંપ્રત દ્વાદશ જ્યોર્તિલિંગ મની કથાનું ગાન કરી રહ્યાં છે.એક રીતે આ દર્શન બાપુના સામાન્ય દર્શન-પરિવેશ અલગ દેખાઈ રહ્યો છે. મોરારિબાપુએ અગાઉ કહેલું કે પુ.અમરદાસબાપુ ખારાવાળાની સાથે તિરુપતિની યાત્રા કરેલી ત્યારે પણ આ મુડંન આચાર નિભાવેલો.