Sihor
સિહોરના વોર્ડ નં 5 અને 9માં પાણી સપ્લાય 50 લાખ લિટરના સંપમાંથી આપો – રજુઆત
પવાર
સિહોર નગરપાલિકા દ્વારા વોર્ડ નં 5 અને 9 માં પ્લોટ વિસ્તારની પાણી સપ્લાઇ નદીના જળુંબ અને સંપ માથી આપવામાં આવતી હોય જેથી ચોમાસાને લીધે નદીમાં આવેલ પાણી આ સપ્લાઇમાં ભળી જતુ હોય જેથી નદીમાં મેટલનુ બારડ ધોવાતુ હોય તેમજ લીલાપીરની ગટરનુ પાણી નદીમાં આવતુ હોય તેમજ ગૌતમેશ્વર ના રસ્તા પર આ જળુંબ ખુલ્લો હોય જેથી તેમા લોકો કચરો નાખતા હોય અને ઝેરી પદાર્થો પાણીમાં ભળતા હોય જેથી લોકોને પીવાના પાણી દુષિત બનતુ હોય અને નદીમા માછલા કેટલાક વખત મરતા હોય અને મરેલા કુતરા, ભુંદરા પણ પડેલા હોય અને જળુંબ અને સંપનું તળીયુ પણ ફુટેલ હોય અને આ જળુંબ જર્જરીત હાલતમાં હોય તેના ગાબડા પણ પાણીમાં રસ્તા પર લોકો કપડા ધોતા હોય અને નાતા પણ હોય જેથી પીવાનુ પાણી પડતા હોય તેમજ કબ્રસ્તાનના દુષિત થતુ હોય આ દુષિત પાણી સદરહું વિસ્તારમાં પીવામાં આપવામાં આવતુ હોય જેથી લોકોમાં ટાઇફોડ,મેલેરીયા,ઝેરી મેલેરીયા અને કેન્સર જેવા જીવલેણ રોગો થવાની શક્યતા પણ રહેતી હોય જેથી માનવ જીવન રોગગ્રસ્ત બનતુ હોય જેથી ખુલ્લા જળુંબમા અન્ય ઝેરી કેમીકલ્સ પણ ભળવાની શક્યતા રહેતી હોય અને ખુલ્લા જળુંબ અને સંપમાં રાત્રી વખતના સમયે કોઇ ઝેરી પદાર્થો નાખે તેની પણ ખબર પડેલ તેવા સંજોગોમાં આ જળુંબ અને સંપના સપ્લાઇ બંધ કરી સરકારશ્રી ની યોજના માં બનેલા ૫૦ લાખ લીટરના ટાંકામાંથી જ સપ્લાઇ આપવા જોઇએ જો આમ નહી કરવામાં આવે તો માનવ જાત સાથે આરોગ્યની ખીલાવટ થશે. જેથી સપ્લાઇ તાકીદે બંધ કરી ૫૦ લાખ લીટરમાથી મહિપરી એજ નુ પાણી આપવું આમ નહી કરવામાં આવે તો સિહોર ની જનતામાં રોગચાળો ફાટી નીકળે અને રોગચાળો જીવલેણ બને તેની સઘળી જવાબદારી તંત્રની રહેશે જો આમ નહી કરો તો 30 દિવસમા નગરપાલિકા સામે ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચરાય છે