Connect with us

Sihor

સિહોર ખાતે દેવી દેવતાઓના નામે ફટાકડા વેચાણ સામે વિરોધ – મામલતદારને આવેદન અપાયું

Published

on

Protest against sale of firecrackers in the name of deities at Sihore - complaint filed to Mamlatdar

પવાર

  • ફટાકડા પર હિંદુ દેવી દેવતાના નામ અને ફોટા રાખવાથી વિરોધનો સુર : હિન્દુ સમાજની લાગણી દુભાતા ફટાકડા વેચાણ સામે રોયલ ક્રિકેટ કલબ અને હિન્દૂ જાગરણ મંચ દ્વારા પગલાં લેવાની માંગ

સમગ્ર દેશ સાથે રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના પર્વ નિમિત્તે બજારમાં વહેચાતા ફટાકડાઓમાં હિન્દુ દેવી-દેવતાઓના નામથી અને ફોટાવાળા ફટકાડાનું મોટાપાયે વેચાણ ચાલી રહ્યું છે જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે ત્યારે સિહોર ખાતે રોયલ ક્રિકેટ કલબ અને હિન્દૂ જાગરણ મંચ દ્વારા આ અંગે મામલતદારને આવેદન પત્ર પાઠવી રજુઆતો કરી હતી આ અંગે મળતી માહિતી મુજબ હાલ તાજેતરમાં હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર એવાં દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં દિવાળીના પર્વને ધ્યાને લઈ ફટાકડાનું વેચાણ શરૂ થઈ ગયું છે

Protest against sale of firecrackers in the name of deities at Sihore - complaint filed to Mamlatdar

જેમાં બજારમાં દિવાળી નિમિત્તે વેચાતા મોટાભાગના ફટાકડાઓમાં હિન્દુ દેવી-દેવતાઓના નામથી અને ફોટાવાળા ફટાકડાનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે. જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે જેના ભાગરૂપે સિહોરની રોયલ ક્રિકેટ કલબ સંસ્થા અને હિન્દૂ જાગરણ મંચ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના નામ તથા ફોટાવાળા ફટાકડાના વેચાણ વિરોધ કર્યો છે અને આવા પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે આ પ્રકારના ફટાકડા બનાવતી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ રોયલ ક્રિકેટ કલબ અને હિન્દૂ જાગરણ મંચ, દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી માંગ કરવામાં આવી છે અહીં રોટરી ક્રિકેટ કલબ અને હિન્દૂ જાગરણ મંચના મુખ્ય આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

error: Content is protected !!