Sihor
સિહોરના મુસ્લિમ યુવકની ઈમાનદારી : રસ્તામાંથી મળેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યું

પવાર
ઈમાનદાર લોકોના દાખલા જેટલા દઈએ એટલા ઓછા પડે છે. આ મોંઘવારી સાથે બેકારી ના ડબલ માર વચ્ચે પણ ઇમાનદારી ને ડગવા દેતા નથી. સિહોરના રિયાઝભાઈને મળેલું પર્સ મૂળ માલિક ને સુપ્રત કર્યું છે રીયાઝભાઈ પઠાણ જે લીલાપીર વિસ્તારમાં રહે છે જેઓ પોતાના કામ કાલે બપોરે ૧૨ કલાકે સિહોર થી બોટાદ જઈ રહ્યા હતા
સિહોર રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે ડબામાં બેઠા હતા ત્યારે તે સ્થળે થી એક લેડીઝ પાકીટ મળતા તેઓ એ સિહોર આવી પાકીટની ખરાઈ કરી મૂળ માલિક ને ફોન કરી જે અંગે પાલીતાણામાં રહેતા ચુડાસમા હિરણબેન કરશનભાઈ હોવાનું માલુમ પડતાં તેઓ એ તેમના સબંધી પાડોશી તુષારભાઈ રમેશભાઈ સોલંકી પાલીતાણા વાળા સિહોર રૂબરૂ બોલાવી અને વિગત સાથે ખરાઈ કરવા કરી લેડીઝ પર્સમાં આધારકાર્ડ, એટીએમ કાર્ડ, તેમજ રોકડ રકમ સાથે પાકીટ સાથે મુદ્દામાલ મૂળ માલિક ને પર્સ સુપ્રત કરતા માલિકે આભારની લાગણી વ્યક્ત કરી હતી