Sihor
સિહોરની પૂર્વા એ મુત્યુ પહેલા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને લખ્યું કે, યૂં હી ચલા ચલ રાહી યૂંહી…’ રિલ્સ બની ગઈ જીવનનું અંતિમ સંભારણું

મિલન કુવાડિયા
મનમાં આસ્થા અને હૈયે હરખ લઈને ગયેલ સિહોર ભાવનગરની ત્રણેય બહેનપણીઓએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે, કેદારનાથની સફર એ જીવનની અંતિમ સફર બની રહેશે આપણે જાણીએ છે કે, ગઈકાલે કેદારનાથથી બે કિલોમીટર દૂર સવારના સમયે હેલિકોપ્ટર ક્રેશ થતાં બે પાઈલટ અને પાંચ શ્રદ્ધાળુ સહિત સાત લોકોનું દુઃખદ નિધન થયેલું. જેમાં ત્રણ યુવતી ભાવનગરની છે. સમય ક્યારે કાળ બનીને આવે તે કહેવાય નહી, સિહોરની યુવતીને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે કેદારનાથની આ ટ્રીપ તેમની અંતિમ ટ્રીપ બનશે. કેદારનાથથી બે કિલોમીટર દૂર ગઈકાલે સવારના સમયે હેલિકોપ્ટર ક્રેશ થતાં બે પાઈલટ અને પાંચ શ્રદ્ધાળુ સહિત સાત લોકોનાં મોત નીપજ્યાં છે. જે શ્રદ્ધાળુઓનાં મોત નીપજ્યા છે તેમાં ત્રણ યુવતીઓ ભાવનગરની હતી
જેમાથી સિહોરની પૂર્વા રામાનુજ જે સિહોરની રહેવાસી હતી. તેણે તેની ટ્રીપના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. ઇન્સ્ટાગ્રામ ‘યૂં હી ચલા ચલ રાહી યૂંહી…’ લખીને પૂર્વાએ સ્ટોરી અપલોડ કરી ત્યારે તેને કે ક્યાં ખબર હતી કે આ તેની અંતિમ સ્ટોરી હશે. પૂર્વાની લાસ્ટ સોશિયલ મીડિયા રીલ્સ સામે આવી છે પૂર્વાએ ઈન્સ્ટા પર ચલો..ચલે. લે જાયે જાને કહા હવાએ..હવાએ…યું હી ચલા ચલ રાહી યું હી…કાફિરાના..શિવ શમા, નમો.નમો..જી.. શંકરા.. લખીને ટ્રીપ સ્ટોરીઝ અપલોડ કરી હતી. છેલ્લી રીલ્સ તો હેલિકોપ્ટરની જ મૂકી હતી. જેમાં લોકેશન તરીકે કેદારનાથ ટેમ્પલ લખેલું અને નીચે હેલિકોપ્ટરનું સિમ્બોલ હતો ખરેખર હેલિકોપ્ટરમાં ઉત્તરાખંડની વાદીઓની મજા માણી રહેલી પૂર્વાને ક્યાં ખબર હતી કે આ તેની લાસ્ટ ટ્રીપ અને લાસ્ટ સોશિયલ મીડિયા રીલ્સ હશે.
કાલે પૂર્વા રામાનુજની અંતિમવિધિ સિહોર ખાતે કરાશે : તંત્ર દ્વારા સમગ્ર વ્યવસ્થા કરાઈ
મિલન કુવાડિયા
તીર્થધામ કેદારનાથ નજીક હેલીકોપ્ટર તૂટી પડવાની દુર્ઘટનામાં મૃતક પૂર્વ રામાનુજનો મૃતદેહ સિહોર લવાશે આવતીકાલે દહેરાદૂનથી અમદાવાદ અને ત્યાંથી એમ્બ્યુલન્સ મારફત સિહોર ખાતે બપોર બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે ગઈકાલે તીર્થસ્થાન કેદારનાથ નજીક હેલીકોપ્ટરની દૂર્ઘટનામાં મૃત્યુ પામેલી ભાવનગરની બે પિતરાઈ બહેનો અને સિહોરની એક મળી ત્રણેયના પરિવારોમાં ઘેરા શોક સાથે આઘાતની લાગણી છવાઈ છે જ્યારે શહેરની બંન્ને પિતરાઈ બહેનોના પરિવારજનો મોડી સાંજે હરદ્વાર ખાતે જવા રવાના થયા હતા
તેમના પરિવારજનોનાં જણાવ્યા મુજબ બંન્ને બહેનોની અંતિમ વિધી હરિદ્વાર ખાતેથી કરશે જ્યારે સિહોરની પૂર્વાનો મૃતદેહ આજે મોડી રાત્રે અથવા આવતીકાલે સવારે દહેરાદૂન ખાતેથી કાર્ગો વિમાન મારફત અમદાવાદ લવાશે અને ત્યાંથી ભાવનગર વહીવટી તંત્ર દ્વારા સ્પેશ્યલ કરાયેલી વ્યવસ્થા મુજબ એમ્બ્યુલન્સ મારફત સિહોર લવાશે અને આવતીકાલે પૂર્વાના અંતિમ સંસ્કાર કરાશે રામાનુજ પરિવારના મલયભાઈએ શંખનાદ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પૂર્વાના મૃતદેહને દહેરાદૂન થઈ ત્યાંથી કાર્ગો વિમાન મારફત અમદાવાદ ખાતે લવાયા બાદ ભાવનગર તંત્ર દ્વારા ખાસ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ એમ્બ્યુલન્સ મારફત પૂર્વાના મૃતદેહને સિહોર લાવવામાં આવશે અને આવતીકાલે ગુરૂવારે પૂર્વાના અંતિમ સંસ્કાર સિહોર ખાતે કરવામાં આવશે