Connect with us

Talaja

દિહોર ગામના પ્રગતિશીલ ખેડૂત – અજમાસ્ત્રનો ઉપયોગ કરી ઉનાળામાં કર્યું તરબૂચનું રેકોર્ડબ્રેક ઉત્પાદન

Published

on

Progressive farmer of Dihore village - record breaking production of watermelon in summer using Ajmastra

દેવરાજ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ ગૌ આધારિત ખેતી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, અને જેનો ખૂબ બહોળા પ્રચારના કારણે અનેક ખેડૂતોએ પોતાની ખેતી પદ્ધતિઓ બદલાવી નાખી છે.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલાં દિહોર ગામના પ્રગતિશીલ ખેડૂત શક્તિસિંહ ગોહિલ તરબૂચની ખેતી કરી રહ્યા છે. ગૌ આધારિત જીવામૃત અને અજમાસ્ત્રનો ઉપયોગ કરી સારા ઉત્પાદન સાથે સારું ઉપાર્જન પણ મેળવી રહ્યા છે. જોકે આ વર્ષે બદલાઈ રહેલા વાતાવરણની માઠી અસરો જોવા મળી છે જેના કારણે ગત વર્ષ કરતાં તરબૂચના ફાલમાં આ વર્ષે 50%નો ઘટાડો નોંધાયો છે.  ભાવનગર જિલ્લાના ખેડૂતો પ્રગતિશીલ બની રહ્યા છે, તેમજ ધીમી ગતિએ રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી ઓર્ગેનિક ખેતી અપનાવી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ ગૌ આધારિત ખેતી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, અને જેનો ખૂબ બહોળા પ્રચારના કારણે અનેક ખેડૂતોએ પોતાની ખેતી પદ્ધતિઓ બદલાવી નાખી છે.

Progressive farmer of Dihore village - record breaking production of watermelon in summer using Ajmastra

રાસાયણિક ખેતીમાં જમીનને અનુરૂપ અને તેને ઉપયોગી થઇ શકે તેવા તમામ તત્વો નથી હોતા, રાસાયણિક દવાઓના અતિરેકના કારણે જમીન અને ખેતીને ઉપયોગી એવા સેંકડો બેકટેરિયાનો નાશ થઈ જાય છે, સાથે તેના દ્વારા ઉત્પાદિત થયેલા ફળો, શાકભાજી કે અનાજ ખાવાથી અનેક રોગો માનવીને ભેટરૂપે મળે છે એ વધારાનું, પરંતુ ઓર્ગેનિક ખેતી પદ્ધતિમાં આવું થતું નથી. ગૌ આધારિત ખેતી અને જીવામૃતનો ઉપયોગ જમીન ને ફરી સજીવન કરે છે અને ધીમેધીમે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે. તેમજ પોષક તત્વો અને ખેતીને ઉપયોગી બેકટેરિયાનું પણ જતન કરે છે. જેના કારણે ફાલ પણ સારો આવે છે અને ખેડૂતના ખર્ચમાં ઘટાડો કરી નફામાં વધારો કરે છે. સૌથી અગત્યનું તેના દ્વારા પકવેલો પાક માનવીને કોઈ જાતનું નુકશાન પણ કરતો નથી. જેના પરિણામે ભાવનગર જિલ્લાના અનેક પ્રગતિશીલ ખેડૂતો ઓર્ગેનિક ખેતી પધ્ધતિ અપનાવી સમૃદ્ધિના દ્વાર ખોલી રહ્યા છે. દિહોર ગામના પ્રગતિશીલ ખેડૂત શક્તિસિંહ ગોહિલે પણ હવે ઓર્ગેનિક ખેતી પધ્ધતિ અપનાવી લીધી છે, તેમણે પોતાની વાડીમાં જ ગીરગાયની નાની ગૌશાળા બનાવી છે, અને જેના ઉપયોગ થકી તેઓ ગૌ આધારિત જીવામૃત બનાવી ખેતીમાં તેનો ઉપયોગ કરી રહ્યા છે, વડીલો પાર્જીત 16 વીઘા જમીનમાં અલગ અલગ 4 વિભાગો પાડી તેઓ તરબૂચ, ગાજર, ટામેટાં અને ડુંગળીની ખેતી કરી રહ્યા છે,

Progressive farmer of Dihore village - record breaking production of watermelon in summer using Ajmastra

જેમાં ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કરેલા તરબૂચની ખેતીમાં તેઓને સારું ઉત્પાદન મળી રહ્યું છે. ગૌ આધારિત જીવામૃત થકી તૈયાર થયેલા તરબૂચમાં એક અલગ પ્રકારની મીઠાસ મળે છે, જેના કારણે તેઓનો પાક ખેતરમાંથી સીધો જ વેચાઇ જાય છે અને જેના કારણે તેઓ એક વીઘા દીઠ એક લાખ સુધીની આવક મેળવી રહ્યા છે, જોકે વાતાવરણમાં થઈ રહેલા સતત ફેરફારના કારણે ગત વર્ષ કરતાં આ વર્ષ નબળું રહ્યું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. બગડી રહેલા હવામાન, ઠંડી ગરમી જેવું મિશ્ર વાતાવરણ અને કમોસમી વરસાદથી તરબૂચના પાકમાં ઘટાડો થયો છે અને ફાલ ઓછો ઉતારવા ના કારણે તેમની વીઘા દીઠ આવકમાં પણ થોડો ઘટાડો થયો હોવાનું તેમની સાથે વાત કરતા ખેડૂતે જણાવ્યું હતું.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!