Sports
Prithvi Shaw : પૃથ્વીએ આસામ સામે રમી યાદગાર ઇનિંગ્સ, ફટકારી પ્રથમ ત્રેવડી સદી

પૃથ્વી શૉએ આસામ સામે ઘરેલુ ક્રિકેટમાં પોતાની પ્રથમ ત્રેવડી સદી ફટકારી હતી. તેણે રમતના બીજા દિવસે પ્રથમ સેશનમાં 326 બોલનો સામનો કરીને આ ત્રેવડી સદી પૂરી કરી હતી. સ્થાનિક ક્રિકેટમાં આ તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર પણ છે. અગાઉ તેનો સર્વોચ્ચ સ્કોર 202 રન હતો, પરંતુ હવે પૃથ્વી તેનાથી આગળ નીકળી ગયો છે. તેણે પોતાની ઇનિંગમાં 43 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
પૃથ્વી બીજા દિવસે 379 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. તેની ઇનિંગ્સ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેણે આ રન માત્ર 383 બોલમાં બનાવ્યા હતા. તેને રિયાન પરાગે LBW આઉટ કર્યો હતો.
મુંબઈ જંગી સ્કોર તરફ
પૃથ્વી શોની આ જોરદાર ઇનિંગ્સના આધારે મુંબઈની ટીમ બીજા દિવસે આસામ સામે મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. મુંબઈએ માત્ર 2 વિકેટ ગુમાવી છે અને 500થી વધુ રન બનાવ્યા છે.
મુંબઈનો 8મો બેટ્સમેન બન્યો
પૃથ્વી શૉ રણજી ટ્રોફીમાં મુંબઈ માટે ત્રેવડી સદી ફટકારનાર 8મો બેટ્સમેન બની ગયો છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં, પૃથ્વીએ 240 રન બનાવ્યા હતા અને ત્રીજા દિવસે પણ તેણે રન બનાવવાનું ચાલુ રાખતા 300ના આંકડાને સ્પર્શ કર્યો હતો.
પૃથ્વીની મોસમ સારી ન હતી
પૃથ્વી શૉની વાત કરીએ તો આ મેચ પહેલા તેનું બેટ શાંત હતું, પરંતુ તે ચેમ્પિયન બેટ્સમેનની જેમ વાપસી કરી રહ્યો છે. આ મેચ પહેલા તેણે 7 ઇનિંગ્સમાં માત્ર 160 રન બનાવ્યા હતા.
ઘરેલું ક્રિકેટમાં પૃથ્વી શૉના પ્રદર્શનની વાત કરીએ તો, 23 વર્ષીય યુવા બેટ્સમેને 41 ફર્સ્ટ ક્લાસ મેચમાં 3,300 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 12 સદી અને 15 અડધી સદી ફટકારી છે.
પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું
લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહેલા પૃથ્વીની આ ઈનિંગે પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. આવી સ્થિતિમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન તેને ટીમ ઈન્ડિયા માટે તક મળે છે કે નહીં તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. તેણે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ જુલાઈ 2021માં રમી હતી.