Sihor
સંસ્કૃતિની સાચવણી : સિહોરના નેસડા ગામ ખાતે હરિઓમ વૃદ્ધાશ્રમ માં માતૃપિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો

પવાર
સિહોર તાલુકાના નેસડા ગામ ખાતે આવેલ હરિઓમ વૃદ્ધાશ્રમ ખાતે આજરોજ ૧૩ વૃદ્ધોની નિશુલ્ક સેવા કરાઈ રહી છે. ત્યારે આ સેવા ઉપરાંત આ સંસ્થા દ્વારા અનેક ગરીબ પરિવારોને કરિયાણા ની કીટ તથા બહેનો ની સીવણ ક્લાસ ફી અને ૨૧ ગાયોની ગૌશાળા દ્વારા ગૌસેવા થઈ રહી છે.
આજ રોજ ૪ વાગ્યે આ સંસ્થા દ્વારામાતૃપિતૃવંદના કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સેવાભાવી અને સાંસ્કૃતિક ધર્મપ્રેમી લોકો એ પૂજ્ય અમિતભાઈ નો સત્સંગ યોજાયો હતો.બાળકો દ્વારા પોતાના માતૃપિતૃ નું પૂજન વંદના સાથે પૂજન કરવામાં આવ્યું હતું જેમાં હરિઓમ વૃદ્ધાશ્રમ ના હરિરામ બાપુ દ્વારા આ સુંદર આયોજન છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે.
જેમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી નહિ કરી દરેક પરિવારો તેમજ યુવાનો એ પોતાના માતા પિતા નું પૂજન કરવા કાર્યક્રમ યોજી એજ સાચી આપણી ઉજવણી કહી શકાય.આપનો સાચો ઈશ્વર આપના માતા પિતા છે.જેનું ઉદાહરણ શ્રી ગણેશજી છે તેઓ એ માતાપિતા ની પ્રદિક્ષણા કરી જેને તીર્થયાત્રા માતા પિતા ના ચરણ માં છે.