Sihor
સિહોરના કનાડ ગામના ખેડૂત આગેવાન દ્વારા રજૂઆત ; કંડલા-ગોરખપુર ગેસ લાઇન માટે જમીન સંપાદનનું પૂરતું વળતર આપો
કુવાડિયા
કનાડ ગામના સરપંચ મયુરસિંહ ગોહિલ દ્વારા ડેપ્યુટી કલેકટરને રજુઆત, કનાડ ગામના ૩૮ ખેડુતોની જમીનમાંથી આ લાઈન પસાર થાય છે, કંડલા-ગોરખપુર LPG પાઇપલાઇન માટેના જમીન સંપાદનના વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ
કેન્દ્ર સરકાર દ્વારા લિક્વિડ પેટ્રોલિયમ ગેસના વહન માટે કંડલા-ગોરખપુર એલપીજી પાઇપ લાઇન પરિયોજના બનાવી છે જેમાં સિહોર તાલુકાના કનાડ ગામના કિસાનોની જમીન સંપાદિત થશે. આવી જમીનોનું પૂરતું વળતર આપવા અને અધૂરા કામો શરૂ કરવા કનાડ ગામના સરપંચ મયુરસિંહ ગોહિલ દ્વારા માંગ કરવામાં આવી છે. કનાડ સીમ જમીનમાં લગભગ ૩૮ ખેડુતોની જમીનમાં આ લાઈન પસાર થાય છે અને આ અંગે પાઈપ લાઈન મુકવામાં આવેલ છે. પરંતુ ગટર ખોદવામાં આવેલ નથી કે પાઈપ લાઈન ફીટ કરવામાં આવેલ નથી અને ખાડામાં ઉતારવામાં આવેલ નથી.
આમ આ કામ ચાર માસમાં પુર્ણ કરવાની પત્ર મુજબ શરત રાખવામાં આવેલ નથી કે જમીન સંપાદન બાબતે ખેડૂતોને વળતર પણ ચુકવવામાં આવેલ નથી. જે તે સમયે જમીન સંપાદન કરવામાં આવેલ ત્યારે પાક ઉભો હતો તે સમયે કામગીરી કરવામાં આવેલ અને પાકને થયેલ નુકશાન આપવામાં આવશે તેવું નકકી કરવામાં આવેલ. પરંતુ આ પાક નુકશાનીની રકમ પણ આપવામાં આવેલ નથી. આ પ્રોજેકટ ચાલુ કરવામાં આવેલ ત્યારે ખેતની જમીન વચ્ચે આવેલ પાણીના નિકાલની ગટર આ લોકોએ ખરી નાખેલ છે અને તેઓને ચાલવાનો રસ્તો બનાવેલ છે. હાલમાં વરસાદ થતાં પાણીનો ગટર દ્વારા નિકાલ થતો હતો જે ખરી નાખવાથી પાણી જમીનમાં ફરી વળેલ છે અને જમીનોનું ધોવાણ થયેલ છે. આમ ખેડૂતોની જમીન ધોવાણ થવાની નુકશાન થયેલ છે જે પણ વળતર આપવાની પણ માંગ પણ મયૂરસિંહે કરી છે..