Palitana

પાલીતાણા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું, ભાજપના 5 નગરસેવકો કોંગ્રેસના સંપર્કમાં

Published

on

વિશાલ સાગઠિયા

પાલિતાણા નગર પાલિકામાં સત્તા માટે ખરાખરીનો ખેલ જોવા મળ્યો છે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. આગામી 13 સપ્ટેમ્બરે યોજનારી પાલીતાણા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે.પાલીતાણા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીમાં 19 નગરસેવકોનું સમર્થન જરૂરી છે.

Politics heated up in Palitana Municipality President-Vice President election, 5 BJP municipal servants in touch with Congress

પાલીતાણા નગરપાલિકામાં ભાજપ પાસે 24 જયારે કોંગ્રેસ પાસે 12 નગરસેવકો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે મોટો ધડાકો કરતા દાવો કર્યો છે કે ભાજપના 5 નગરસેવકો કોંગ્રેસના સંપર્કમાં છે. પાલીતાણા કોંગ્રેસના આગેવાન ઓમદેવસિંહ ગોહિલે આ જાહેરાત કરી છે. કોંગ્રેસમાં આ દાવાથી ભાજપની ચિંતા વધી છે. હવે જોવું રહ્યું કે નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં શું નવા-જૂની થશે સત્તાના હાઈવોલ્ટેજ ડ્રામામાં નવાજૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

Trending

Exit mobile version