Sihor
સિહોરના કુખ્યાત બુટલેગર જયેશ ભાણજીના કબ્જામાંથી બે લાખથી વધુનો દારૂ અને બિયરનો જથ્થો પોલીસને હાથ લાગ્યો
પવાર – દેવરાજ
- રથયાત્રા દરમિયાન પોલીસનું સઘન ચેકીંગ, ગત મોડીરાત્રીએ પોલીસે બાતમીના આધારે જયેશના ઘરે ત્રાડકી, પોલીસે દારૂ, બિયર,મોબાઈલ મળી કુલ રૂપિયા 20,8000 ના મુદ્દામાલ સાથે જયેશને ગિરફ્તાર કર્યો
ભાવનગર જિલ્લાના સિહોરમાં દેશી-વિદેશી શરાબનો ગેરકાયદે મોટાપાયે વેપલો કરતાં જયેશ ભાણજીએ અન્ય રાજ્યમાંથી મંગાવેલ શરાબ-બિયરનો જથ્થો પોલીસને હાથ લાગ્યો છે. જયેશ ભાણજી સામે પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાયદાનો સંકજો કસ્યો છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મુજબ સિહોર શહેર તથા ગ્રામ્ય પંથકમાં સિહોરનો કુખ્યાત બુટલેગર જયેશ ભાણજી દેશી-વિદેશી શરાબ વેચાણનુ જબરૂ નેટવર્ક ધરાવે છે અને અગાઉ પણ અનેક વખત પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચિતરાયેલ આ બુટલેગરે અન્ય રાજ્યોમાંથી મોટા પાયે સેટિંગ ગોઠવી શરાબ,બિયરનો જથ્થો વેચાણ માટે લાવનાર હોવાની બાતમી સિહોર પોલીસને મળી હતી સિહોરની એક સોસાયટીમાં આવેલ રહેણાંકી વિસ્તારના મકાનમાં બાતમીના આધારે સિહોર પોલીસના પીઆઇ ભરવાડ અને પીએસઆઇ ગૌસ્વામી અને સ્ટાફે એક સફળ રેડ પાડી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અનેક પરિવારોને બરબાદ કરી નાખતા દારૂના દુષણ સામે પોલીસને ખરેખર ઇમાનદારી પૂર્વક પગલા લઇ કડક હાથે કામ લે તો કેટકેટલાય બુટલેગરો ભોં ભેગા થઇ જાય અને અનેક પરિવારોને ભાંગતા બચાવી શકાય. આવીજ રીતે પોલીસની ઇચ્છાશક્તિને કારણે સિહોર પોલીસે બાતમીના આધારે ખુલ્લેઆમ દારૂ વેચતા સિહોરના જયેશ ભાણજીભાઇ મકવાણાના રહેણાંકી મકાનમાં રેડ પાડી હતી. પ્લોટમાં રહેલા ટાંકા માંથી પોલીસને દારૂ હાથ લાગ્યો હતો, ઘડી માટે પોલીસે પણ રેડ દરમ્યાન અધધ વિદેશી દારૂના મસમોટા જથ્થાને જોઇ અચંબામાં પડી ગઇ હતી. વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો કબજે કરી હતી. જેની કિંમત આંકતા રૂ.2 લાખ 08 હજાર કરતા પણ વધુ કિંમતનો દારૂ બિયર મોબાઈલ સાથેનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. પોલીસે જયેશ ભાણજીને ઝડપી પાડી પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
કબજે કરેલ મુદામાલ –
(૧) ગ્રીન લેબલ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ ની બોટલ નં ૧૯૨
(૨) વાઇટ લેસ વોડકા ૧૮૦ એમ.એલ ની બોટલ નંગ ૧૪૪ (૩) ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કી ૧૮૦ એમ.એલ ની બોટલ નંગ ૩૮૪
(૪) ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કી ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ ૧૦૮
(૫) ગ્રીન લેબલ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ બોટલ નંગ ૮૪
(૬) મેક ડોવેલ્સ નં ૦૧ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ ૨૪
(૭) સ્ટરલીંગ રિર્ઝવ ડિલક્ષ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ ૧૧
(૮) કીંગ ફિશર સુપર સ્ટ્રોગ બિયર ૫૦૦ એમ.એલ ના ટીન નંગ -૬૦
(૯) મોબાઇલ નંગ-૨
સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ
સિહિર પોલીસ સ્ટેશનના એચ.જી.ભરવાડ, બી.કે.ગોસ્વામી, જે.પી.ગોસ્વામી, એચ.વી.ગોસ્વામી, કિરીટભાઇ સોરઠીયા, હરપાલસિંહ જગદીશસિંહ ગોહિલ, દામાભાઇ ગોયલ, અજયસિંહ ગોહિલ, સિધ્ધરાજસિંહ સોલંકી, ધનશ્યામભાઇ હુમ્બલ, મુકેશભાઇ સાંમ્બડ, ગૌતમભાઇ દવે, શક્તિસિંહ ગોહિલ, દિવ્યાબેન, વિનોદભાઇ વિગેરે જોડાયેલ હતા
પાંચ વર્ષ પહેલાં ભાવનગર જિલ્લાના ઇતિહાસનો સૌથી મોટો દારૂનો જથ્થો જયેશના કબ્જામાંથી પોલીસને મળ્યો હતો
2018માં જયેશના મકાનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે બાતમીના આધારે 1610 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે કુલ 93 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો હતો. જેતે સમયે ભાવનગર SOG અને સિહોર પોલીસે સંયુક્ત રેડ પાડીને આ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં ના પકડાયો હોય એવો દારૂનો જથ્થો જયેશના કબ્જામાંથી ઝડપવામાં પોલીસને સફળતા મળી હતો. પોલીસે 1610 પેટી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પડ્યો હતો. 93 લાખથી વધુનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. ભાવનગર એસઓજી અને સિહોર પોલીસ દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી હતી
દારૂ પોલીસ મથકે લાવવા પોલીસ ધંધે લાગી હતી
જેતે સમયે વિદેશી દારૂની રેડનુ ઓપરેશન કલાકો સુધી ચાલ્યું હતું ચાર જેટલી આઇશર ગાડીઓમાં ભરીને દારૂની પેટીઓ પોલીસ મથકમાં લવાઇ હતી અને દારૂની ગણતરી માટે વલભીપુર સહિતના આજુબાજુના પોલીસ મથકોમાંથી પોલીસ કાફલો બોલાવી માલની હેરાફેરી માટે મજુરોને બોલાવવા પડયા હતા.