Gujarat
સોશિયલ મીડીયામાં વર્ધી પહેરીને સિંઘમ બનતા પોલીસ કર્મચારીઓ હવે રિલ્સ નહીં બનાવી શકે
Pvar
રાજ્ય સરકાર દ્વારા પોલીસ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ માટેની પોલિસી જાહેર કરવામાં આવી – કોઈ પણ કર્મચારી પોલીસની વર્ધીમાં સોશિયલ મીડિયામાં વીડિયો પણ મૂકી શક્શે નહી ; કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે
રવિવાર પોતાની ફરજ દરમિયાન કેટલાય પોલીસ કર્મચારીઓ જેમાં ખાસ કરીને મહિલા કર્મચારીઓ સોશિયલ મીડિયામાં અવારનવાર વીડિયો અપલોડ કરતા હોય છે . ક્યારેક સરકાર વિરોધ ટીકા કે ટિપ્પણી પણ કરતા હોય છે, જોકે હવે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે . હવે કોઈ પણ પોલીસ કર્મચારી ફરજ ઉપર કે ફરજ ઉપર ન હોય ત્યારે પણ વર્ષી પહેરીને રિલ્સ બનાવી શક્શે નહીં અને સરકાર વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી પણ કરી શક્શે નહીં. ભૂતકાળમાં મહિલા પોલીસ કર્મચારીઓની ઘણી રિલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. પોલીસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ માટેની પોલિસી જાહેર કરવામાં આવી છે અને જે મુજબ હવે કોઈ પણ પોલીસ કર્મચારી સિંઘમ બનીને રિલ્સ બનાવી શક્શે નહી .
વર્ધી પહેરીને ટીકટોકના વીડિયો કે અન્ય કોઈ સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરી શક્શે નહી. માત્ર એટલું જ નહી પણ સરકાર વિરુદ્ધ્ પણ કોઈ ટીકા કે ટિપ્પણી પણ કરી શકાશે નહી. ભૂતકાળમાં પોલીસ ગ્રેડ પે આંદોલન દરમિયાન સોશિયલ મીડિયામાં સરકાર સામે ખૂબ ટિકા અને ટિપ્પણી કરવામાં આવી હતી. ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સરકારે નવી પોલિસી જાહેર કરી છે. ઘણા પોલીસ કર્મચારીઓ સોશિયલ મીડિયામાં છવાઈ જવા અને ટિકટોક સ્ટાર થવા માટે અવનવા વીડિયો અપલોડ કરતા હતા. જેમાં અગાઉ એક મહિલા કર્મચારીને પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી.