Bhavnagar
ભાવનગર માં ડમી ઉમેદવારો ની પોલીસે કરી અટકાયત,તેના સામે નોંધાયી ફરિયાદ

મિલન કુવાડિયા
ડમી ઉમેદવારને લઈને ભાવનગર પોલીસનો મોટો ધડાકો ; ડમી ઉમેદવાર કાંડમાં 4 નહિ પરંતુ 36 વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ ; સિહોર અને તળાજા પંથકના 36 લોકો સામે નોંધાઇ પોલીસમાં ફરિયાદ, પોલીસ તપાસમાં નોકરી મેળવવા, ડમી ઉમેદવારી કરવા અનેક એજન્ટો ની ખુલી શકે છે પોલ, લાખો નહિ પણ કરોડો રૂ.ની લેવડ દેવડ ના થઇ શકે છે ખુલાસા
આ લખાઈ છે ત્યારે રાત્રીના ૧૦/૧૦ કલાકે મળી રહેલા અહેવાલ મુજબ ડમી ઉમેદવારોને લઈ 36 લોકો સામે ભાવનગરમાં નોંધાઈ ફરિયાદ છે . 11 વર્ષથી ચલાવતા ડમી ઉમેદવારનું કૌભાંડ સરકારી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે . જેમાં ડમી ઉમેદવારોનો પર્દાફાશ થયો છે . તેમાં 36 લોકો સામે ભાવનગરમાં કરિયાદ નોંધાઈ છે .11 વર્ષથી ડમી ઉમેદવારનું કૌભાંડ ચાલતુ હતુ જે મામલે 36 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે સમગ્ર મામલે મોટા ખુલાસાઓ થઈ શકે છે. ભાવનગરમાં યુવરાજ સિંહે ડમી કાંડ વિશે કરેલા ધડાકામાં મોટી ખબર સામે આવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ ડમી ઉમેદવાર કાંડમાં 4 નહીં પરંતુ 36 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગત તારીખ 5 એપ્રિલનાં રોજ ડમી ઉમેદવાર કાંડ વિશે ખુલાસો કર્યો હતો અને 4 ડમી ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા. જેમાં રાજ્ય સરકારે તપાસનાં આદેશ આપ્યા હતા.
ત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ભાવનગર પોલીસે તપાસ દરમિયાન કુલ 36 ડમી ઉમેવારી કરી ચૂકેલા અને આ કાંડમાં એક યા બીજી રીતે સંડોવાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે. ત્યારે પોલીસ તપાસમાં નોકરી મેળવવા ડમી ઉમેદવારી કરવા અનેક એજન્ટોની પોલ ખુલી શકે છે. ઉપરાંત લાખો નહીં પણ કરોડમાં લેવડ દેવડના પણ મોટા ખુલાસા થઈ શકે છે.