Bhavnagar
ડમી કાંડને લઈ મોટા સમાચાર ; યુવરાજસિંહ પર આક્ષેપ કરનાર બિપિન ત્રિવેદી પોલીસની રડારમાં.?

કાર્યાલય
- ભાવનગર ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે આક્ષેપ કરનાર બિપિન ત્રિવેદીને SITની ટીમે દબોચ્યોં હોવાની ચર્ચા ; તપાસમાં રેલો કઈ બાજુ જશે?
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપો કરનાર ભાવનગરના બિપિન ત્રિવેદીને લઈને મોટા સામાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિપિન ત્રિવેદી પોલીસની રડાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસે બિપિન ત્રિવેદીની પૂછપરછ કરી હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. યુવરાજસિંહ જાડેજા સામે આક્ષેપ કરનાર બિપિન ત્રિવેદીને પોલીસે પકડી લીધો હોવાની પ્રાથમિક વિગતો મળી છે બિપિન ત્રિવેદીને ભાવનગર પૂછપરછ માટે લાવવામાં આવશે તેવી પણ જાણકારી મળી છે.
તો બીજી બાજુ ભાવનગરમાં ડમી કાંડને લઈ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. કરાઈમાં PSIની તાલીમ લેનારા સંજય પંડ્યાની અટકાયત કરવામાં આવી છે. ભાવનગર SITએ સંજય પંડ્યાની અટકાયત કરી છે જેની હાલ પૂછપરછ ચાલી રહી છે. સંજય પંડ્યાએ 2021માં ડમી ઉમેદવાર બનીને બિન સચિવાલયની પરીક્ષા આપી હતી. અક્ષય નામના ઉમેદવારની જગ્યાએ પોતે ડમી ઉમેદવાર બનીને સંજય પંડ્યાએ પરીક્ષા આપી હતી. જેને લઈ તેની અટકાયત કરવામાં આવી છે.