Sihor
સિહોર ભાવનગર વચાળે આવેલ નવાગામ તળાવમાં કેમિકલ વેસ્ટ નાખવામાં અંતે પોલીસ ફરિયાદ

દેવરાજ
કેમિકલ વેસ્ટ તળાવમાં નિકાલ કરનાર સામે રાવ, પર્યાવરણ અને આરોગ્યને હાનિકારકનો GPCB નો હતો રિપોર્ટ
સિહોર ભાવમગર વચાળે આવેલ નવાગામના તળાવમાં પહેલા થોડા દિવસો પહેલા મોટા પ્રમાણમાં કેમિકલ વેસ્ટ નાખવામાં આવ્યો હતો. જે પર્યાવરણ અને આરોગ્યને હાનિકારક હોવાનું પણ જીપીસીબીની તપાસમાં બહાર આવ્યું હતું. જે સંદર્ભ અંતે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા આનન ડ્રગ એન્ડ કેમિકલ કંપનીના સ્ટીકર વાળી કેમિકલની બેગનો તળાવમાં કોઈએ નિકાલ કર્યાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. નવાગામ આસપાસ અનેક કેમિકલ, ડ્રગ સહિતની નાની મોટી ફેક્ટરીઓ, કંપનીઓ આવેલી છે થોડા દિવસો પહેલા ગામના તળાવમાં કેમિકલ વેસ્ટ મોટી માત્રામાં કોઈ શખ્સો દ્વારા નાખવામાં આવ્યો હતો.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર જઈ પાણી અને કેમિકલ વેસ્ટના નમુના પણ લેવામાં આવ્યા હતા અને પાણી તેમજ કેમિકલ વેસ્ટ આરોગ્ય અને પર્યાવરણને નુકસાનકારક હોવાનું પણ જણાવ્યું હતું. જેથી આજે સોમવારે મોડી સાંજે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર મેહુલ પરમારે વરતેજ પોલીસ મથકમાં આનન ડ્રગ એન્ડ કેમિકલ નામની કંપનીના સ્ટીકર વાળી બેગ સાથે કેમિકલ વેસ્ટ નવાગામના તળાવમાં કોઈ શખ્સો દ્વારા નિકાલ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.