Sihor
અસામાજીક તત્વોને બરાબરનો પાઠ ભણાવવાની પોલીસની ખાતરી ; સિહોરના મોટા સુરકા ગામે લોક દરબાર યોજાયો
પવાર
- સિહોરના મોટા સુરકા ગામે પોલીસના યોજાયેલ લોકદરબાર દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા, પીઆઇ ભરવાડે પ્રત્યેક વ્યક્તિને સાંભળ્યા
સિહોર પોલીસના પીઆઇ ભરવાડની અધ્યક્ષતામાં મોટા સુરકા ગામે લોક સંપર્ક જાગૃતી અંગે લોક દરબાર યોજાયો હતો પીઆઇ ભરવાડે લોક દરબાર સંબોધન કરતા જણાવ્યું હતું કે સમાજ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકો તેમજ નાણાં ધિરાનાર અને શોષણ કરીને સમાજના ગરીબ, મધ્યમ, સારા પરીવારને વ્યાજના નામે નાણાં ધિરાણ કરતા તેમજ કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો સામે પોલીસ કાયદાકીય કાર્યવાહી કરશે તેમજ કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા 100 દિવસની અંદર ગુજરાતમાંથી વ્યાંજકવાદને નાબૂદ કરી નાખવાનું ‘મિશન’ શરૂ કરવામાં આવ્યું છે
જે અંતર્ગત દરેક શહેર-જિલ્લાઓમાં પોલીસ દ્વારા ‘લોકદરબાર’ યોજાઈ રહ્યા છે. દરમિયાન ગઈકાલે સિહોરના મોટા સુરકા ગામે પોલીસ અધિકારી પીઆઇ ભરવાડના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી. આ કાર્યક્રમને સંબોધન કરતાં પીઆઇ ભરવાડે કહ્યું હતું સમાજ વિરોધી પ્રવિતી તેમજ અસામાજીક તત્વોને નાથવા માટે પોલીસ કોઈ જ પ્રકારની કચાશ રાખશે નહીં આ ઉપરાંત કોઇ લોકોને કઈ પણ ખાનગીમા ફરીયાદ કરવી હોય કે માહીતી આપવા માંગતા હોય તો તેઓએ કોઇ પણ પ્રકારના ડર, ભય કે દબાણ વગર વિનાસંકોચે પોલીસ સ્ટેશન ખાતે આવી, ફરીયાદ તથા માહીતી આપવા અપીલ કરવામા આવી હતી અહીં લોક દરબારમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા