Connect with us

Sihor

સિહોરમાં આજ સુધીના 493થી વધુ આવાસોની ભેટ આપતા પીએમ મોદી

Published

on

PM Modi gifting more than 493 houses till date in Sihore

Pvar

સિહોર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 13 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 493 આવાસોનું ઇલોકાર્પણ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

PM Modi gifting more than 493 houses till date in Sihore

સિહોર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 13 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 493 આવાસોનું ઈ-લોકાર્પણ આવાસોમાં ગૃહપ્રવેશ વિધિ કાર્યક્રમ આજે નગરપાલિકા ખાતે લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.

PM Modi gifting more than 493 houses till date in Sihore

આ કાર્યક્રમમાં ચિફઓફિસર મારકણા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં યોજાએલ અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે શહેરી અને ગ્રામીણ વિસ્તારના આવાસોના લાભાર્થીઓને દ્યરની ચાવી સુપ્રત કરવામાં આવી હતી તેમજ પ્રધાનમંત્રી એ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો આ પ્રસંગે  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ઘરનું ઘર મેળવનાર હજારો લાભાર્થીઓને અભિનંદનની સાથોસાથ ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતા એમ જણાવેલ કે, કેન્દ્ર સરકારે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે દ્રઢ સંકલ્પ લીધેલો છે.

PM Modi gifting more than 493 houses till date in Sihore

તેને સાકાર કરવાની દિશામાં સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે, આજે હજારો પરિવારના દ્યરે લાપસીનાં આંધણ મુકવાનો શુભ અવસર છે. હજારો જરૃરિયાતમંદ ગરીબ અને વંચિત પરિવારોનું “ઘરના ઘર”નું સ્વપ્ન સાકાર થયું છે. અગાઉ ખુબ ઉંચા વ્યાજ દરની લોન પણ માંડ મળતી. જેની સરખામણીમાં અત્યારે સરળતાથી નજીવા દરે લોન મળે તે બાબતે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ચિંતા કરે છે.

Advertisement

PM Modi gifting more than 493 houses till date in Sihore

આ પ્રસંગે નગરપાલિકા ચિફઓફિસરે જણાવેલ કે, દરેક વ્યકિતનું એક સ્વપ્ન હોય છે કે, પોતાનું એક અલાયદું દ્યર હોય કે જેમાં તે સુખ શાંતિથી રહી શકે.પરંતુ આજના મોંદ્યવારીના સમયમાં કોઈપણ શહેરમાં દ્યરનું દ્યર બનાવું એ એક કપરી કામગીરી છે. આ આવાસો કોઈ સ્લમ કે પછાત વિસ્તારમાં નહી પરંતુ, ખુબ સારા અને પોશ વિસ્તારમાં આવાસો બનાવવામાં આવી રહ્યા છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!