Tech
વધારાના પૈસા ખર્ચ્યા વિના નેટફ્લિક્સનો મફતમાં કરો જુગાડ, ફક્ત Jio યુઝર પાસે જ તક છે

જે લોકો બીજાના પાસવર્ડ લઈને નેટફ્લિક્સ ચલાવે છે તેઓ મુશ્કેલીમાં આવી ગયા. નેટફ્લિક્સે હવે ભારત માટે પણ પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. તેની શરૂઆત આજથી એટલે કે 20મી જુલાઈથી થઈ ગઈ છે. અગાઉ નેટફ્લિક્સે અમેરિકા સહિત ઘણા દેશો માટે આ નિર્ણય લીધો છે. પરંતુ જો તમે હજુ પણ ચૂકવણી કર્યા વિના નેટફ્લિક્સનો ઉપયોગ કરવા માંગો છો, તો Jioના આ રિચાર્જ પ્લાન તમારા માટે છે.
તમને જણાવી દઈએ કે Netflixનો માસિક રિચાર્જ પ્લાન 149 રૂપિયામાં આવે છે. જ્યારે પ્રીમિયમ રિચાર્જ પ્લાનની કિંમત 649 રૂપિયા છે. આવો જાણીએ Reliance Jioના એવા પ્લાન વિશે જેમાં નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવે છે.
jio 699 પ્લાન
આ પ્લાનમાં Netflixનું બેઝિક સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવે છે. ઉપરાંત, કુલ 100GB GB ડેટા ઓફર કરવામાં આવે છે. જ્યારે ડેટા ખતમ થયા બાદ 10 રૂપિયા પ્રતિ GB ડેટા ચાર્જ કરવામાં આવશે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દૈનિક 100SMS સુવિધા પણ ઉપલબ્ધ છે. આ સાથે, પ્લાનમાં ફેમિલી સિમ લેવાની ઑફર પણ છે, એટલે કે આ પ્લાનથી તમે રિચાર્જ કરીને બે સિમ ચલાવી શકો છો. બીજા સિમ યુઝરને અલગથી 5GB માસિક ડેટા મળશે. તમને જણાવી દઈએ કે આ પ્લાન સાથે તમને ફ્રી Amazon Prime Video સબસ્ક્રિપ્શન મળે છે.
Jio 1,499 પ્લાન
Jioના આ પ્લાનમાં ફ્રી Netflix સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે ઇન્ટરનેશનલ રોમિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં કુલ 300GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં 100 SMSની સુવિધા આપવામાં આવી રહી છે. તમને પ્લાનમાં એમેઝોન પ્રાઇમ વીડિયોનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.
*આ બંને પોસ્ટપેડ પ્લાન છે. Jio હવે પ્રીપેડ વપરાશકર્તાઓને મફત Netflix સબ્સ્ક્રિપ્શન ઓફર કરતું નથી.