Sihor
સિહોર તાલુકાના ખેડૂતોનો પીજીવીસીએલ કચેરીએ દેકારો, હલ્લાબોલ, પોલીસ દોડી ગઈ
પવાર
છેલ્લા ચાર દિવસ લાઈટો નથી, ઢોર પાણી માટે ટળવળે છે, મહિલાઓ પાણી માટે રઝળે છે, ઉભા પાકો પાણી વગર સુકાઈ રહ્યા છે, ખેડૂતોનો આક્રોશ જોઈ પીજીવીસીએલ જવાબદાર અધિકારી ફરાર થયા, કચેરી ખાલીખમ, પોલીસ દોડી ગઈ
બોલો ગામડાના સરપંચો કહે છે કે અધિકારી મનમાની ચલાવે છે, જવાબો આપતા નથી, ફોન ઉપાડતા નથી, અધિકારી ગામના જવાબદારોને જવાબ નહિ આપનારા આમ આદમીની શુ હાલત કરતા હશે તે મોટો સવાલ છે
સિહોર પંથકના કેટલાક ગામોમાં છેલ્લા દિવસથી અંધારપટ છવાયો છે, પીવાના પાણી માટે લોકો રઝળી રહ્યા છે, માલઢોર પાણી માટે ટળવળે છે, પાણી વગર મહિલાઓ તડપી રહી છે, બીજી બાજુ જવાબદાર અધિકારી પોતાની મનમાની ચલાવી રહ્યા છે તેવો આક્રોશ ખેડૂતો વ્યક્ત કરી છે. ચાર દિવસ પહેલા સિહોર પંથકમાં આવેલા પવન અને વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારમાં અનેક વીજ ડીપી અને થાંભલાઓમાં ક્ષતિઓ સર્જાઈ છે ચાર ચાર દિવસ બાદ પણ 17થી વધુ ગામડાઓમાં હજુ સુધી વીજળી ચાલુ થઈ નથી.
અતિઝડપે ફૂંકાયેલા પવનથી આવેલા વાવાઝોડાએ સિહોર પંથકને ઘમરોળી નાખ્યો છે અને અનેક જગ્યાએ મોટું નુકસાન થયું છે. તેમાંથી પીજીવીસીએલ પણ બાકાત રહી શક્યું નથી. ગ્રામીણ વિસ્તારોમાં વીજ થાંભલાઓ અને વીજ ડીપી પણ નુકસાનગ્રસ્ત થઇ છે. જેના કારણે ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને ચાર દિવસ બાદ પણ કેટલાક ગામડાઓમાં વીજ પુરવઠો શરૂ થયો નથી. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ અંગે આજે મોટી સંખ્યામાં ખેડૂતો પીજીવીસીએલ કચેરી ખાતે દોડી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.
ખેડૂતોનો રોષ હતો કે છેલ્લા ચાર દિવસથી ગામડામાં લાઈટો નથી માલઢોર પાણી માટે ટળવળે છે, મહિલાઓ પાણી માટે રઝળે છે, ઉભા પાકો પાણી વગર સુકાઈ રહ્યા છે ખેડૂતોનો આક્રોશ જોઈ પીજીવીસીએલ જવાબદાર અધિકારી ફરાર થયા હતા અને કચેરી ખાલીખમ દેખાઈ હતી જોકે પોલીસ દોડી જઈને મામલાને શાંત પાડ્યો હતો કેટલાક ગામના સરપંચોનો આરોપ હતો કે પીજીવીસીએલ અધિકારી મનમાની ચલાવે છે, જવાબો આપતા નથી, ફોન ઉપાડતા નથી ત્યારે અહીં સવાલ એ છે કે જવાબદારોને જવાબ નહિ આપનારા આમ આદમીની શુ હાલત કરતા હશે તે મોટો સવાલ છે.