Sihor
સિહોર શહેરમાં જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું તેઓને પોતાના ઘરે પરત મોકલવામાં આવ્યા
પવાર
રાજ્યમાં બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમો સામે આગોતરી તૈયારીના ભાગરુપે રાજ્ય સરકાર અને તાલુકા વહીવટીતંત્ર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના આયોજન અને અસરકારક કામગીરીથી સિહોર શહેર અને તાલુકામાં જાનમાલની નુકશાની ટળી શકી તેવી સફળતા પ્રાપ્ત થઈ છે. જિલ્લાની સ્થિતિ વિશે મામલતદાર જોગસિંહ દરબારએ ખાસ સંદેશો આપી ચિત્તાર રજૂ કર્યો હતો. મહત્વનું છે કે, હાલમાં સમગ્ર તાલુકામાં સ્થિતિ સામાન્ય છે મામલતદાર જોગસિંહ દરબારએ જણાવ્યુ હતું સિહોર અને તાલુકામાં હાલ પરિસ્થિતિ સામાન્ય છે.
તાલુકાના કોઈ પણ ગામમાં જાનમાલની નુકશાનીના અહેવાલ નથી કેટલીક જગ્યાઓ પર માત્ર સામાન્ય વૃક્ષો ધરાશાયી થયા હતા બાકી અન્ય જાનહાની થવા પામી નથી હવે વરસાદ અને પવનની ગતિ બન્ને સામાન્ય છે. સલામતી અને સાવચેતી માટે આગોતરી તૈયારીના ભાગરુપે શહેરના નાગરિકોને આશ્રય સ્થાનો પર લઈ જવામાં આવ્યા હતા. આ આશ્રિતોને પરત તેમના ઘરે મોકલી અપાયા છે હાલમાં તાલુકામાં સર્વગ્રાહી સ્થિતિ સામાન્ય છે. ઉલ્લેખનીય છે કે ઝૂંપડપટ્ટી અને છેવાડાના વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા ખાસ આયોજન થકી છેવાડાના માનવીને પણ સુરક્ષિત અને સલામત રીતે આશ્રય સ્થાનો પર લઈ જવામાં આવ્યા હતા તેમને હેમખેમ પરત ઘરે મોકલી દેવાયા હતા