Connect with us

Sihor

સિહોરીઓને 40 વર્ષથી શેરડીના રસથી સ્ફૂર્તિનો અહેસાસ કરાવી રહ્યું છે પંચમુખા રસ હાઉસ

Published

on

Panchmukha Ras House has been invigorating Sihoris with sugarcane juice for over 40 years.

દેવરાજ

કાળઝાળ ગરમીમાં સિહોરીજનોને હૈયે ઠંડક આપતો પંચમુખાનો શેરડીનો રસ, ગરમીમાં રાહત આપતું ધરતીનું અમૃત એટલે શેરડીનો રસ, સ્વાદમાં જ નહીં ગુણોમાં પણ નંબર વન છે શેરડીનો રસ

ઉનાળાની કાળઝાળ પડવાની શરૂ થઈ ગઈ છે. ગરમીની અકળામણમાંથી રાહત મેળવવા લોકો લિક્વિડનો સહારો લેતા હોય છે.ત્યારે ધરતીનું અમૃત એટલે શેરડીનો રસ આકાશમાંથી અગન ગોળા સાથે ભારે ગરમીથી બચવા સિહોરવાસીઓ ઠંડો શેરડીનો રસ થકી ગરમીથી થોડી રાહત અનુભવી રહ્યા છે.

Panchmukha Ras House has been invigorating Sihoris with sugarcane juice for over 40 years.

શેરડીનો રસ એ ગરમી દરમિયાન આદર્શ ઠંડુ પીણું સાબિત થાય છે. ગરમીમાં ગળાની તરસ છીપાવવા માટે કશુંક ઠંડુ પીવાની ઈચ્છા જાગે એ સ્વાભાવિક છે.ગરમીમાં રાહત મેળવવા લોકો શેરડીના રસનો સહારો લે છે.ધરતીનું અમૃત એટલે શેરડીનો રસ જે લોકોને કાળઝાળ ગરમીમાં શીતળતા પુરી પડે છે. ત્યારે શેરડીના રસનું નામ સાંભળતા જ તમારી જીભ પર મીઠાશ નો અહેસાસ થઈ રહ્યાો છે ને ! પણ ચામડી દઝાડતી અને શરીરને પરસેવાથી રેબઝેબ કરાવી દેતી ગરમીની સિઝનમાં શું અમીર કે શું ગરીબ સહુ કોઈ મધમીઠો શેરડીનો રસ ગળે ઉતારી તરોતાજા થઈ જાય છે અને સ્ફૂર્તિનો અહેસાસ કરવા લાગે છે.

Panchmukha Ras House has been invigorating Sihoris with sugarcane juice for over 40 years.

આમ તો ગરમીની સિઝનમાં ઠેર-ઠેર શેરડીના રસની લારીઓ જોવા મળે છે પરંતુ સિહોરમાં સૌપ્રથમ શેરડીના રસ વેચવાની શરૂઆત પંચમુખા રસ હાઉસ પેઢી દ્વારા થઈ હતી. આજે તો ગરમીની સિઝનમાં શેરડીના રસનો ધંધો તેજીમાં હોય છે ત્યારે રસ વેચતી લારીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે એવા સમયમાં પણ બહુ તગડા નફાની આશા રાખ્યા વગર 40 વર્ષથી આ રસ હાઉસ સિહોરીઓને શેરડીનો રસ પીવડાવીને સ્ફૂર્તિનો અહેસાસ કરાવી રહ્યું

Advertisement

Panchmukha Ras House has been invigorating Sihoris with sugarcane juice for over 40 years.

અહીં એક સમયમાં એક રૂપિયામાં રસ મળતો

પહેલાં સોંઘવારીનો જમાનો હતો ત્યારે એક રૂપિયામાં રસનો ગ્લાસ મળતો પછી બે માં મળતો થયો. હજુ અગાઉના ૨૦૨૨ સુધી અહીં પાંચ રૂપિયાનો રસ મળતો જ્યારે આજે રસના ગ્લાસના માત્ર ૮ રૂપિયા છે. જે લગભગ સમગ્ર જિલ્લામાં રસનો સસ્તો ભાવ હશે

લોકો રીક્ષા કે સ્પે વાહન કરીને અહીં રસ પીવા આવે છે

બહાર ગામના લોકો જ્યારે પણ સિહોર આવે ત્યારે અહીં દુકાન પર સ્પે રીક્ષા કે વાહન કરીને સ્પેશ્યલ રસ પીને ખાસ રસનો સ્વાદ લેવા આવે છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!