Sihor
સિહોરમાં પંચાયતી ક્લાર્કની ભરતી માટેની પરીક્ષા પેપર લીક થવાના મામલે રદ્દ થતાં પરિક્ષાર્થીઓનો હોબાળો
પવાર
સિહોરના એસ.ટી. ડેપો પર પરીક્ષાર્થીઓના આક્રોશભેર સૂત્રચાર ; તમામ પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો સજ્જડ બંદોબસ્ત
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવનાર હતી, જામનગરમાં હજારો યુવાઓ પરીક્ષા આપવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી, પરંતુ પેપર લીક થવાના મામલે પરીક્ષા રદ થતાં પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને એસટી ડેપો પર આક્રોશભેર સૂત્રોચાર કર્યા હતા.
પોલીસ તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્ર પર સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટે રવિવારે પરીક્ષા લેવા માટે આયોજન કરાયું હતું. સિહોરમાં પણ સેન્ટર અને બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી હતી.
દરમિયાન સમગ્ર ગુજરાત ભરમાં યોજાયેલી આ પરીક્ષાનું પેપર લીક થવાના મામલે એકાએક પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી, જેથી અનેક પરીક્ષાર્થીઓને ધરમ ધક્કો થયો હતો, અને આક્રોશ જોવા મળી રહ્યો હતો. સિહોરના એસ.ટી. ડેપો પર એકત્ર થયેલા પરીક્ષાર્થીઓ કે જેઓ પોતાના ઘેર પરત ફરી રહ્યા હતા,
જે દરમિયાન તેઓએ ભારે આક્રોશભેર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. શહેરના તમામ પરીક્ષા કેન્દ્રો પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે તમામ પરીક્ષા કેન્દ્રના દ્વારે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, અનેક પરીક્ષાર્થીઓએ પેપર લીક થવાના કારણે પરીક્ષા આપી શક્યા ન હતા, અને ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો હતો.