Sihor
સિહોર પ્રજાપતિ બ્રહ્મ કુમારી વિદ્યાલય કેન્દ્ર ખાતે રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરાયુ – રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું

પવાર
સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આજે બ્રહ્માકુમારી કોમલરાજ ગ્રાઉન્ડ શિવાલય ખાતે શિહોર અને આસપાસના ગામોના ભાઈઓનો રક્ષાબંધન કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવ્યો જેમાં લગભગ 45 થી 50 ભાઈઓએ ભાગ લીધો.
સિહોર સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી ગીતાબેન ને રક્ષાબંધનનું મહત્વ જણાવતા કહ્યું હતું કે રક્ષાબંધન શબ્દમાં જ એનું રહસ્ય સમાયેલું છે.રક્ષાબંધનને પવિત્ર તહેવાર કહેવાય છે રક્ષાબંધન પવિત્રતાનું પ્રતીક છે જેના કારણે ભાઈ બહેનના પવિત્ર રિશ્તા ને નિમિત બનાવી સમજાવવામાં આવે છે કે ભાઈ બહેનની સંબંધ જેવો પવિત્ર છે એ જ દ્રષ્ટિથી આ દુનિયામાં રહેવું કારણ કે આપણે કહીએ છીએ “વસુદેવ કુટુંબકમ”વિશ્વની દરેક આત્મા આપણા ભાઈને બહેન જ છે એમની રક્ષા કરવી એ પણ મારું ફરજ બને છે.
બીજું આપણે જોતા આવ્યા એક સમય હતો જ્યારે બ્રાહ્મણો આપણા ઘરે આવી ઘરના હર સદસ્યને ભાઈ કે બહેન દરેકને રક્ષા બાંધતા.કુંતાએ અભિમન્યુને રાખડી બાંધી જે એનો પૌત્ર હતો.હુમાયુને કર્ણાવતી રાખડી બાંધી જેની પત્ની હતી. આ બધી વાતોથી એ સાબિત થાય છે કે રક્ષાબંધન એ ફક્ત ભાઈ બહેન નો તહેવાર નથી પણ દરેકે આજના સમયમાં એકબીજાની રક્ષા કરવાનું પ્રણ લેવાનું તહેવાર છે.આવા ધોર કલયુગના અંતમાં નિરાકાર પરમ પિતા પરમાત્મા શિવ આં ધરા પર અવતરીત થઈને સર્વપ્રથમ મનુષ્યને સ્વ ની રક્ષા કરવા માટે નિર્ભર બનાવે છે અને કહે છે કે સ્વરક્ષણ માટે પહેલા સ્વયમને ઓળખવાની જરૂર છે.
સ્વયં ને ઓળખી સ્વયમની રક્ષા માટે એટલે કે બીમારીથી સ્વયમની રક્ષા માટે જેમ ડોક્ટર કહે છે કે બારનું ખાવા પીવાનું બંધ કરો એવી જ રીતે પરમાત્મા કહે છે કે હંમેશા માટે બહારના અશુદ્ધ અન્નનો ત્યાગ કરીશ(જેના માટે કહેવાય છે જેવું અન્ન એવું મન) તેવી પ્રતિજ્ઞા કરો અને સાથે આસુરી સ્વભાવ વાળા મનુષ્યથી પોતાના રક્ષણ માટે પોતાની અંદર દિવ્ય ગણોને ધારણ કરો અને પાંચ વિકારોનું ત્યાગ કરો. આજ છે સાચું રક્ષાબંધન.