Connect with us

Sihor

ઈલેક્ટ્રીક ફ્યુઝ વાયરોની ખુલ્લી પેટી : સિહોરના જાંબાળા ગામે PGVCLની ઘોર બેદરકારી ; કોંગ્રેસ અગ્રણી દ્વારા રજૂઆત

Published

on

Open Box of Electric Fuse Wires: Gross Negligence of PGVCL at Jambala Village, Sihore; Presented by a Congress leader

પવાર

440 વોલ્ટનો ઝટકો ન લાગે જાળવજો

ખુલ્લો મોતનો સામાન આપી રહ્યો છે અકસ્માતને આમંત્રણ, વીજ કંપનીએ માનવંતા ગ્રાહકોના જીવ જોખમમાં મુક્યા : કોંગ્રેસ અગ્રણી અશોક મામસીએ રજુઆત કરી કે ગંભીર અકસ્માત બને તે પૂર્વે પગલાં ભરવા જરૂરી છે

સિહોરના જાંબાળા ગામે PGVCLની ઘોર બેદરકારી સામે આવી છે. કારણ કે ફ્યુઝ તેમજ ઈલેક્ટ્રીક વાયરની ખુલ્લી પેટીઓ હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે જાંબાળા ગામના અગ્રણી અને કોંગ્રેસ નેતા અશોક મામસીએ રજુઆત કરી યોગ્ય કરવાની માંગ કરી છે. તંત્રને સમગ્ર બાબતે કોઈ ખબર ન હોય તેમજ રાબેતા મુજબ ચાલી રહ્યું છે.

Open Box of Electric Fuse Wires: Gross Negligence of PGVCL at Jambala Village, Sihore; Presented by a Congress leader

રોડ પરથી પસાર થતા માણસો તેમજ અબોલ પશુ અકસ્માતનો શિકાર બનશે તો જવાબદાર કોણ? ગમે ત્યારે આ ખુલ્લી પેટીઓ અકસ્માતને આમંત્રણ આપી રહી છે અને આ બાબતમાં તંત્ર જાગે અને કાર્યવાહી કરી ખુલ્લી પેટી ફીટીંગ કરે, કારણ કે આવનાર દિવસો ચોમાસાના આવી રહ્યા છે. સમગ્ર બાબતમાં તંત્ર પૂરેપૂરું ધ્યાન આપી અને આ પ્રશ્નનો પૂરેપૂરો નિરાકરણ કરે એવી માંગ પણ ઉઠવા પામી છે. વીજતંત્રએ ફ્યુઝ પેટી ખુલ્લી છોડી દીધી હોય નાના બાળકોથી લઈ મોટેરાઓ ઉપર ગમે ત્યારે અકસ્માત થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભવિષ્યમાં બહુ મોટી અકસ્માત કે જાનહાનિની શક્યતા છે, આ બાબતે જેતે અધિકારીઓ ગંભીરતાથી નોંધ લઈ યોગ્ય પગલા ભરે તેવી રજુઆત થઈ છે..

Advertisement
error: Content is protected !!