Sihor
સિહોર નવનાથ મહાદેવના સ્થળ તરફ જવાના રસ્તે ચેકડેમનો પાળો તૂટ્યો – દર્શનાર્થીઓ પરેશાન
પવાર
- બેશરમ સિહોર…પાલિકા….
- શ્રાવણ માસ જાપે આવીને ઉભો….
છોટે કાશી તરીકે વિશ્વમાં ઓળખાતું સિહોર શહેર ની હાલત પાયમાલ થઈ ગઈ છે જ્યારે સિહોર નગરપાલિકા નું વહીવટી તંત્ર માં જ્યાં સુધી ભ્રષ્ટાચારી કર્મચારીઓ ના પાપે બદનામ થઈ રહ્યું છે.પાલિકાની હાલત એક સાંધે તેર તૂટે જેવી હાલત છે. શ્રાવણ મહિનો શરૂ થવાના બે ત્રણ દિવસ આડા છે ત્યારે સિહોર ખાતે આવેલા એવા નવનાથ મહાદેવના દર્શનાર્થે જિલ્લા તેમજ રાજ્યભરમાથી દર્શન કરવા યાત્રાળુઓ નાના મોટા વાહનો.
ખાનગી ટ્રાવેલ્સ બસો માં યાત્રાળુઓ શ્રધ્ધા સાથે સિહોર ના નવનાથ મહાદેવ મંદિર ખાતે દર્શને ઉમટી પડે છે ત્યારે સિહોર નવનાથ મહાદેવ માં ના ભીમનાથ મહાદેવ જે ગંદકી ફેલાતી છે જેમાં ચેકડેમ ઉપર થી પસાર થઈ મંદિર તરફ જવાના પુલ વાળા રસ્તે વચ્ચે ચેકડેમ તૂટી ગયો છે ત્યારે દર્શનાર્થી ઓ માટે ખૂબ જ પરેશાની ભોગવી પડે છે ત્યારે સિહોર ને બદનામ કરવા નું કાવતરું કોણ કરી રહ્યું છે? ધાર્મિક સ્થળ તરફ તૂટેલ ચેકડેમ ની પાળ તાત્કાલિક અસરથી રીપેરીંગ કરવા લોક માંગ ઉઠી છે.