Sihor
શતાબ્દી મહોત્સવની ઉજવણીને લઈ સિહોર એલડીમુની હાઈસ્કૂલ ખાતે ભૂતપૂર્વ વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
પવાર
સો વર્ષની ઉજવણી પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સન્માનિત કરાયા ; ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, શ્રેષ્ઠ ભાવિપેઢી જ સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરી શકશે : બાળકોને સંસ્કારવાન, બળવાન અને જ્ઞાન સંપન્ન બનાવીએ ; આઝાદીના અમૃત મહોત્સવના આ આઝાદી પર્વે એજ્યુકેશન સોસાયટી ૧૦૦ વર્ષ પુરા કર્યા એ ગૌરવની વાત : અશ્વિનભાઈ ગોરડીયા
સિહોર એજયુકેશન સોસાયટીના સો વર્ષની ઉજવણી પ્રસંગના આજના બીજા દિવસે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને સ્કૂલના વિધાર્થીઓને સન્માનિત કરાયા હતા આ પ્રસંગે સંસ્થાના વડા અશ્વિનભાઈ ગોરડીયાએ કહ્યું હતું કે શ્રેષ્ઠ ભાવિપેઢી જ સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરી શકશે. બાળકોને સંસ્કારવાન, તંદુરસ્ત અને બળવાન તેમજ જ્ઞાન સંપન્ન બનાવવા સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનની પ્રેરણાથી આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીયે.
આ મહોત્સવ એટલે મહામૂલી આઝાદીના વિચારોનું નવા સ્વરૂપે અમૃત મંથન. નયા ભારત, આત્મનિર્ભર ભારત, પ્રગતિશીલ ભારતના નિર્માણનો સંકલ્પ. આપણે આ સંકલ્પો સાકાર કરવા સાથે મળીને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવે કાર્યરત થવાનું આહ્વાન કરી તેમણે કહ્યું કે, આ સંકલ્પ પાર પાડવામાં, એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવામાં અને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં એજ્યુકેશન સોસાયટીનું આ ૧૦૦મું પર્વ નવો ઉમંગ નવી ચેતના, નવી ઊર્જા લઇને આવ્યું છે.
ઉજવણી પ્રસંગના આજના બીજા દિવસે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીને સન્માનિત કરાયા હતા તેમજ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો ભવ્ય સાંસ્કૃતિક રજૂ થયો હતો મહાનુભાવો તેમજ દાતાઓનું પણ સાલ પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને ભવ્ય રીતે સ્વાગત કરાયું હતું, અહીં નવીનચંદ્ર મહેતા, ડો.સમીરભાઈ શાહ, અશ્વિનભાઈ ગોરડિયા, ધનવંતભાઈ શાહ, સૂર્યકાંતભાઈ મણીયાર, ઉપેનભાઈ ભુતા, તેમજ સિહોર મિત્ર મંડળ, લક્ષ્મીદાસ દામોદરદાસ મુની પરિવાર, તેમજ ભુતપુર્વ વિધાથીર્ઓ, એલ.ડી.મુની આચાર્યશ્રી અને શિક્ષકો, મુંબઈ મિત્ર મંડળના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શતાબ્દી મહોત્સવને સફળ બનાવવા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી